સોના ચાંદીના ભાવમાં વધઘટ રોજબરોજ જોવા મળી રહી છે. ક્યારેક સોનાના ભાવ વધે તો ક્યારેક ઘટે છે. ત્યારે શુક્રવારની સરખામણીએ આજની વાત કરીએ તો આજે સોનાનો ભાવમાં વધારો થયો છે. 2 જૂનના રોજ સોનાના ભાવમાં 300 રૂપિયાનો વધારો થયો છે. ત્યારે આવો જાણીએ દેશના મેટ્રો સિટીમાં શું છે સોના ચાંદીના આજના લેટેસ્ટ ભાવ


[[$googlead]]

આજે સોનાનો ભાવ 

સોમવારે સોનાનો ભાવ 24 કેરેટ સોનાનો ભાવ 97,700 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 89,600 રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. સોમવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ 0.4 ટકા વધીને 96,260 પ્રતિ 10 ગ્રામ પહોંચી યો છે જ્યારે ચાંદી 0.34 ટકાની તેજી સાથે 97345 પ્રતિ કિલોગ્રા પર ટ્રેડ થઇ રહી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે.

[[$alsoread]]

ચાંદીનો આજનો ભાવ

શુક્રવારે 30મેના રોજ ચાંદીનો ભાવ 99,900 રૂપિયા નોંધાયો હતો. જે આજે એટલે કે 2 જૂનના રોજ વધીને એક લાખ રૂપિયા પ્રતિકિલો થયો છે.

મેટ્રો શહેરોમાં શું છે સોનાનો ભાવ ?


શહેરનું નામ 22 કેરેટ સોનાનો દર 24 કેરેટ સોનાનો દર
અમદાવાદ 89,550 97,690
દિલ્હી 89,650 97,790
ચેન્નાઇ 89,500 97,640
મુંબઇ 89,500 
97,640
કોલકાતા 89,500 97,640

સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?

ભારતમાં સોનાનો ભાવ ઘણા કારણોસર બદલાય છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે.


  • Follow us on: