સોનાના ભાવમાં વધારો ઘટાડો રોજબરોજ નોંધાય છે. જો કે છેલ્લા ઘણા સમયથી તો સોનાના ભાવ વધી જ રહ્યા છે. આ ભાવ વધવાને કારણે સોનું ખરીદવુ તથા રોકાણ કરવા માટે વિચાર માગી લે છે. ત્યારે 5 જૂને દેશમાં સોનાના ભાવમાં શું ફેરફાર જોવા મળ્યો તે વિશે જાણીએ.
સોનાના ભાવમાં સામાન્ય વધારો
5 જૂનના રોજ સોનોના ભાવમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. 22 અને 24 કેરેટ સોનાના ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો છે. દેશના મોટા શહેરોમાં સોનાનો ભાવ 99 હજારને પાર પહોંચ્યો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 90 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે આવો જાણીએ દેશના મેટ્રો શહેરમાં શું છે સોના ચાંદીના ભાવ
ચાંદીનો ભાવ
ગુરુવારે 5 જૂને ચાંદીનો ભાવ 1,02,100 રૂપિયા પ્રતિકિલોગ્રામ પર પહોંચ્યો છે. ગઇકાલની તુલનામાં ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો છે. એક કિલો ચાંદીનો ભાવ ગઇકાલે 1,02,000 રૂપિયા હતો.
મેટ્રો શહેરોમાં શું છે સોનાની કિંમત
| શહેરનું નામ | 22 કેરેટ સોનાનો દર | 24 કેરેટ સોનાનો દર |
| અમદાવાદ | 91,350 | 99,650 |
| દિલ્હી | 91,060 | 99,330 |
| ચેન્નાઇ | 90,9140 | 99,180 |
| મુંબઇ | 90,910 | 99,180 |
| કોલકાતા | 90,910 | 99,180 |
સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?
ભારતમાં સોનાનો ભાવ ઘણા કારણોસર બદલાય છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે.









