ભારતીય બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. આજે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 84 હજાર 890 રૂપિયા છે. તો ચાંદીનો ભાવ પ્રતિ 10 ગ્રામ 958.37 રુપિયા છે. મહિનાની શરુઆતમાં ભાવમાં ઘટાડો દેખાયો છે. છેલ્લા ઘણા વર્ષોથી સોનાના ભાવ ફુગાવાનો શ્રેષ્ઠ માપદંડ રહ્યા છે. રોકાણકારો સોનાને એક મહત્વપૂર્ણ રોકાણ તરીકે ગણી રહ્યા છે. લગ્ન સિઝન ચાલી રહી હોવાથી બજારમાં હલચલ જોઇ શકાય છે.
સોના-ચાંદીના ભાવમાં દેખાયો ફેરફાર
ભારતમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 8 હજાર 677 રૂપિયા તો 22 કેરેટ સોનાનો ભાવ 7 હજાર 955 અને 18 કેરેટ સોનાનો ભાવ 6 હજાર 509 રૂપિયા પ્રતિ ગ્રામ છે. અમદાવાદમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 8,667 છે, 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 7,945 છે. અમદાવાદ ગુજરાતના વિકાસનું કેન્દ્ર છે અને અહીંના લોકો સોનાના ભાવ અને ખરીદી પ્રત્યે હંમેશા સભાન રહે છે. અમદાવાદમાં હીરાનો વ્યવસાય મોટા પાયે થાય છે અને અહીં સોનાની માંગ પણ ખૂબ વધારે છે. તો આ તરફ દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ ગ્રામ 8,677 રુપિયા છે. તો 22 કેરેટ સોનાની કિંમત પ્રતિ ગ્રામ 7,955 રૂપિયા છે. તો બીજી તરફ, મુંબઇમાં 24 કેરેટ સોનાની પ્રતિ ગ્રામ કિંમત 8,662 રૂપિયા છે. તો 22 કેરેટ સોનાની પ્રતિ ગ્રામ કિંમત 7,940 રુપિયા છે. તો ચેન્નઇમાં પણ 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ ગ્રામ 8,662 રૂપિયા છે. તો આ તરફ, 22 કેરેટ સોનાની કિંમત 7,940 રૂપિયા છે. અને કોલકાતામાં 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ ગ્રામ 8,662 રૂપિયા છે. તો 22 કેરેટ સોનાની કિંમત પ્રતિ ગ્રામ 7,940 રૂપિયા છે.
દેશના મોટા શહેરોમાં પ્રતિ ગ્રામ આજની સોનાની કિંમત
| શહેરનું નામ | 22 કેરેટ સોનાનો દર | 24 કેરેટ સોનાનો દર |
| અમદાવાદ | 7,945 | 8,667 |
| દિલ્હી | 7,955 | 8,677 |
| મુંબઇ | 7,940 | 8,662 |
| ચેન્નઇ | 7,940 | 8,662 |
| કોલકાતા | 7,940 | 8,662 |
મેકિંગ ચાર્જ અને ટેક્સ અલગથી
તમને જણાવી દઈએ કે ઉપર જણાવેલ સોના અને ચાંદીના દરો ચાર્જ અને જીએસટી વગરના છે. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન દરરોજ સોના અને ચાંદીના ભાવ વિશે માહિતી આપે છે. અહીં તમને ટેક્સ અને ચાર્જ વગર સોના અને ચાંદીના દરો જણાવવામાં આવ્યા છે. IBJA દ્વારા જાહેર કરાયેલા દરો સમગ્ર દેશમાં સમાન છે. આમાં કોઈ GST શામેલ નથી. જો તમે સોનું કે ચાંદી ખરીદો છો અથવા બનાવડાવો છો, તો તમારે મેકિંગ ચાર્જ પર GST અને મેકિંગ ચાર્જ અલગથી ચૂકવવા પડશે.