દેશમાં આજે ધામધૂમથી પવિત્ર ભાઈબીજનું પર્વ ઉજવાઈ રહ્યું છે. આજે રવિવાર ત્રીજી નવેમ્બરે સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર નોંધાયો છે. જેમાં દિવાળી બાદ આજે સોનાના ભાવમાં થોડા ઘટાડો નોંધાયો છે. છતાં અત્યારે દેશમાં સોના અને ચાંદીના ભાવ ઓલટાઈમ હાઈ સપાટીએ બોલાઈ રહ્યા છે. દેશમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાનો રેટ 300 રૂપિયાથી લઈ 500 રૂપિયા સુધી સસ્તી થઈ છે.


મલ્ટિ કોમોડિટી એક્સચેંજ પર સોનાનો ભાવ રેકોર્ડ તોડ નોંધાવા જઈ રહ્યો છે. જો કે, દેશના તમામ શહેરોમાં 24 કેરેટ સોનાની કિંમત 80 હજારને પાર પહોંચી ગઈ છે. દાગીના ખરીદનારે 22 કેરેટ સોનાની વાત કરીએ તો આની કિંમત 73,500 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

છેલ્લા એક અઠવાડિયામાં ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો ઘટાડો થયો છે. આજે 3 નવેમ્બર, રવિવારના રોજ ચાંદી 97 હજાર રૂપિયા પ્રતિ કિલો છે. ચાંદીમાં વધારો થવાનું મુખ્ય કારણ ઔદ્યોગિક માંગ છે અને જ્વેલરી અને ચાંદીના વાસણોની માંગમાં પણ વધારો થયો છે. ચાલો જાણીએ દેશના મોટા શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો દર શું છે?

દેશના મુખ્ય શહેરોમાં સોનાનો આજનો ભાવ

ક્રમશહેર 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ
1દિલ્હી73,800 રૂપિયા 80, 550 રૂપિયા
2કોલકાતા73,700 રૂપિયા80,400 રૂપિયા
3મુંબઈ 73,700 રૂપિયા  80,400 રૂપિયા
4ચેન્નઈ73,700 રૂપિયા80,400 રૂપિયા
5અમદાવાદ 73,750 રૂપિયા 80,450 રૂપિયા

ઘડામણ ચાર્જ અને ટેક્સના ભાવ અલગથી

ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી જાહેર કિંમતોનો જુદીજુદી શુદ્ધતાના સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આઈબીજેએ તરફથી જાહેર કરાયેલા ભાવ ભાવ દેશભરમાં સર્વમાન્ય છે. પરંતુ આની કિંમતોમાં જીએસટી સામેલ નથી હોતું. દાગીના ખરીદતા સમયે સોના અને ચાંદીના રેટ ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

મિસ્ડ કોલથી ચેક કરો સોના-ચાંદીના ભાવ

સોના-ચાંદીની કિંમત તમે ઘરે બેઠા-બેઠા મિસ્ડ કોલથી પણ ચેક કરી શકો છો. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડના ભાવ જાણવા માટે તમે 8955664433 ઉપર મિસ્ડ કોલ આપી શકો છો. થોડી જ વારમાં તમને મોબાઈલ ઉપર એસએમએસથી નવા ભાવની જાણકારી મળશે.

  • Follow us on: