કેન્દ્ર સરકારના બજેટ બાદ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. દિવસ જાય તેમ સોનુ સતત મોંઘુ થઇ રહ્યુ છે. હવે તો લગ્ન સિઝન પણ ચાલી રહી છે તેવામાં લોકો સોના-ચાંદીની ખરીદી પણ કરતા હોય છે ત્યારે જો તમે પણ કોઇ લગ્ન પ્રસંગને લઇને સોનુ ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો મોડુ ન કરશો. કારણ કે દિવસ જાય તેમ ભાવ તો વધી જ રહ્યા છે. જો આપણે ગયા અઠવાડિયે સોનાના ભાવમાં દૈનિક ફેરફાર પર નજર કરીએ તો, સોમવારે, 3 ફેબ્રુઆરીના રોજ સોનાનો દર 82,704 રૂપિયા 10 ગ્રામ હતો. તેના બીજા ટ્રેડિંગ દિવસે 4 ફેબ્રુઆરીના રોજ તે 83,010 પર પહોંચ્યો હતો અને પછી 5 ફેબ્રુઆરીએ તે વધુ વધીને 84,657 પર પહોંચી ગયો હતો આ પછી, થોડા ઘટાડા સાથે, 6 ફેબ્રુઆરીએ સોનું ઘટીને 84,613 રૂપિયા પર પહોંચ્યું હતું પરંતુ આ અઠવાડિયાના છેલ્લા દિવસે, તે ફરીથી ઉછળીને 84,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયો છે.


[[$googlead]]

આ શહેરોમાં કેટલી છે સોનાની કિંમત

શહેરનું નામ 22 કેરેટ સોનાનો દર 24 કેરેટ સોનાનો દર

[[$alsoread]]
શહેરનું નામ 22 કેરેટ સોનાનો દર24 કેરેટ સોનાનો દર
દિલ્હી 79,60086,820
ચેન્નાઇ 79,45086,670
મુંબઇ 79,45086,670
કોલકાતા 79,45086,670
અમદાવાદ7950086,720


દેશમાં સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?

ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાય છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું ફક્ત રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે. લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધવાની સાથે તેની કિંમત પણ વધે છે. લોકો તેને સુરક્ષિત રોકાણ માને છે, તેથી તેની કિંમતમાં ફેરફારની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડે છે.


  • Follow us on: