ભારતીય ગૃહિણીઓ માટે મોંઘવારીમાં રાહતના સમાચાર સામે આવ્યા છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ છૂટક મોંઘવારીના આંકડાઓ અનુસાર એપ્રિલ મહિનાથી તે ઘટીને હવે તે 3.16 % જેટલો નોંધાયો છે.
તે પહેલા જો વાત કરવામાં આવે તો છૂટક મોંઘવારી દરમાં ઘટાડો જોવા મળ્યો હતો. 5 મહિનામાં તે નીચેના સ્તરે 3.34 % સુધી પહોંચી ગયો હતો. એપ્રિલ મહિનાની અંદર જ તેના ઘટાડાનું સૌથી મોટું કારણ ખાનપાનની વસ્તુઓની કિંમતમાં ઘટાડો થવો છે.
6 વર્ષમાં કેટલી ઘટી મોંઘવારી?
છૂટક ફૂગાવાનો દર એપ્રિલ માસમાં ઘટીને 3.16 % જેટલો નોંધાયો છે. જે લગભગ 6 વર્ષમાં જ તેના નીચેના સ્તર પર પહોંચી ગયો છે. તેની પાછળનું સૌથી મોટું કારણ છે. તે શાકભાજી, ફળો, દાળ અને બીજા પ્રોટીનયુક્ત ખાદ્યપદાર્થોની કિંમતોમાં આવેલી કમી છે. તમને જણાવી દઈએ કે, આ આંકડાઓ રિઝર્વ બેન્કની નક્કી કરેલી સીમા અંદર જ નક્કી કરાય છે. જેના લીધે હાલની સ્થિતિ સ્થિર બની છે.
એપ્રિલ 2024 સુધીમાં કેટલો રહ્યો દર?
જો છૂટક મોંઘવારીનો દરની વાત કરવામાં આવે તો તે માર્ચ મહિનામાં 3.34 ટકા જેટલો નોંધાયો હતો. જ્યારે તે એપ્રિલ 2024માં તે 4.83 % જેટલો રહ્યો હતો. ઉલ્લેખનીય એ છે કે, આ પહેલા એપ્રિલ 2025માં ખાદ્ય મોંઘવારી ફક્ત 1.78 % જેટલી જ નોંધાઈ હતી. જ્યારે માર્ચમાં 2.69 % જેટલી નોંધાઈ હતી અને 1 વર્ષ પહેલાની વાત કરવામાં આવે તો એપ્રિલ 2024માં તે 8.7 % હતી.
વાહનવ્યવહાર અને ટેલિકોમમાં મોંઘવારીનો દર
સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ, એપ્રિલ મહિનાની અંદર જ્યાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં મોંઘવારીનો દર 4.25% જેટલો રહ્યો હતો. તે માર્ચ મહિનામાં જ 4.26 ટકા રહ્યો હતો. તેનો અર્થ એ છે કે, તે સમાન જ રહ્યો હતો. તે સિવાય વાહનવ્યવહાર અને ટેલિકોમ ક્ષેત્રમાં પણ મોંઘવારીનો દર 3.73 ટકા જેટલો રહ્યો છે. તે સિવાય માર્ચ મહિનાની સરખામણીમાં તેમાં વધારો થયેલો જોવા મળ્યો હતો. માર્ચ 2025ના તેના આંકડા 3.36 % હતો. તેમજ ઈંધણ અને વીજળીમાં પણ મોંઘવારીમાં ઘણો વધારો થયેલો જોવા મળ્યો છે. તો માર્ચ મહિનામાં તે 1.42 % વધીને એપ્રિલ મહિનામાં 2.92 % સુધી પહોંચી ગયો છે.