• દેશમાં સૌથી વધુ ડાયાબિટીસના રોગીઓની સંખ્યા વધુ છે
  • સરકારે જુદીજુદી કુલ 41 દવાઓના ભાવ ઘટાડયા
  • ભારતમાં હાર્ટ, મધુપ્રમેહ, લીવરના રોગીઓમાં સતત વધારો

આમ તો વિશ્વમાં ડાયાબિટીસના રોગી ચીનમાં સૌથી વધુ છે. પરંતુ ભારતમાં કોઈપણ પાછળ નથી. વર્ષ-2021નો આંકડો દર્શાવે છે કે ભારતમાં હાલ 7.41 કરોડ મધુપ્રમેહના દર્દીઓની સાથે હાર્ટના દર્દીઓ, લીવરની બીમારીથી ઝઝૂમી રહેતા દર્દીઓને હવે થોડી સરળતા રહેશે. સરળતા એટલે કારણ કે આ બીમારીઓની સારવાર માટે સામાન્ય રીતે વપરાતી 41 દવાઓ અને છ ફોર્મ્યુલેશનના ભાવ ઓછા કરી દેવાયા છે. આ નિર્ણય કેન્દ્રસ રકારની એજન્સી નેશનલ ફાર્માસ્યૂટિકલ્સ પ્રાઈસિંગ ઓથોરિટીનું છે.

 કઈં-કંઈ દવાઓ સસ્તી થશે

ફાર્માસ્યૂટિકલ્સ વિભાગ અને એનપીપીએ દ્વારા જાહેર કરેલ નોટિફિકેશન અનુસાર, એન્ટાસિડ, મલ્ટિવિટામિન અને એન્ટિબાયોટિક્સ એવી દવાઓમાંથી છે જે સસ્તી થશે. આ ઉપરાંત તમામ ફાર્મા કંપનીઓને નિર્દેશ અપાયો છે કે તેઓ જુદીજુદી દવાના ભાવની જાણકારી તત્કાલ પ્રભાવથી ડિલરો અને સ્ટોકિસ્ટને આપે.

143મી બેઠકમાં નિર્ણય લેવાયો

એનપીપીએની 143મી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો જેથી એ નક્કી કરાઈ શકે છે કે જરૂરી દવાઓના ભાવ જનતા માટે સસ્તા રહે.

દેશમાં મધુપ્રમેહના દર્દીઓ સૌથી વધુ

ભારત વિશ્વમાં ડાયાબિટીઝના સૌથી વધુ કેસ ધરાવતા દેશોમાંથી એક છે. અહીં 10 કરોડથી વધુ લોકોને ડાયાબિટીઝનો રોગ છે. જેને દવાના ભાવ કાપથી લાગ થવાની આશા છે. ઉલ્લેખનીય છે કે ગત મહિનામાં ફાર્માસ્યૂટિકલ્સ વિભાગે એક એપ્રિલથી તત્કાલ પ્રભાવથી 923 દવા ફોર્મયુલેશન માટે વાર્ષિક સંશોધિત કિંમત અને 65 ફોર્મયુલેશન માટે નવા છૂટક ભાવ જાહેર કર્યા હતા.


  • Follow us on: