• ભારતની અર્થવ્યવસ્થાને લઇને સારા સમાચાર
  • ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે આપ્યા ગૂડ ન્યૂઝ
  • ભારતની અર્થવ્યવસ્થા 6.6 ટકાના દરે વૃદ્ધિ પામશે

ઇન્ડિયન ઇકોનોમી દુનિયામાં સૌથી વધુ ઝડપી આગળ વધતી ઇકોનોમી બની રહી છે. ત્યારે વર્લ્ડ બેંકથી લઇને IMFએ પણ સ્વીકારી ચૂક્યુ છે. ત્યારે હવે ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે પણ તેની પર પોતાની મ્હોર લગાવી છે. ત્યારે મૂડીઝ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષમાં ઇન્ડિયન ઇકોનોમી 6.6 ટકાના દરથી વધવાનું અનુમાન લગાવ્યું છે.

અર્થવ્યવસ્થા 6.6%ની ઝડપે વધશે
મૂડીઝ રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે ઝડપી આર્થિક વૃદ્ધિ સાથે મજબૂત લોનની માંગ NBFC સેક્ટરની નફાકારકતાને ટેકો આપશે અને સેક્ટરમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળશે. એજન્સીએ તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે અમે અપેક્ષા રાખીએ છીએ કે 31 માર્ચ, 2025 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 6.6 ટકાના દરે અને આગામી નાણાકીય વર્ષમાં 6.2 ટકાના દરે વૃદ્ધિ પામશે.

NBFCને લઇને રેટિંગ એજન્સીએ શું કહ્યું ?
મૂડીઝ અનુસાર છેલ્લા નાણાકીય વર્ષ 2023-24માં ભારતીય અર્થવ્યવસ્થાની ગતિ 8 ટકા રહેવાની ધારણા છે. NBFC વિશે વાત કરતાં અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં નોન-બેંક ફાઇનાન્સ કંપનીઓ માટે ભંડોળનો ખર્ચ વધી રહ્યો છે અને મજબૂત આર્થિક સ્થિતિ NBFCને સંપત્તિની ગુણવત્તા જાળવી રાખવામાં મદદ કરશે. જો કે વ્યાજ દરમાં વધારો થવાથી તેમના ગ્રાહકો પર દેવાનો બોજ વધી શકે છે. જેનાથી એનબીએફસીમાં મજબૂત ધિરાણ વૃદ્ધિ થશે જેનાથી તેમના નફા પર ખર્ચનું દબાણ ઘટાડશે અને ક્ષેત્રને મજબૂત બનાવશે.

ભારતના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે
રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે NBFC ભારતની વિશાળ અર્થવ્યવસ્થામાં લોકો લોકો અને વ્યવસાયો વચ્ચે લોનની જરૂરિયાતો પુરી કરવામાં એનબીએફસીની મહત્વની ભૂમિકા નિભાવે છે. સૌથી મોટી 20 NBFC પાસે મજબૂત બજાર સ્થિતિ છે અને હોમ લોન અથવા ઓટો લોન અથવા અન્ય ચોક્કસ પ્રકારની લોન ઓફર કરવાનો લાંબો ઇતિહાસ છે. એજન્સીના જણાવ્યા મુજબ આમાથી મોટા ભાગે સરકાર કે મોટા કોર્પોરેટ ગ્રુપ્સની પાસે છે જે તણાવના સમયે તેમની ફંડિંગને સ્થિરતા પ્રદાન કરશે.

  • Follow us on: