• રિલાયન્સ જિયોનો આ પ્લાન અમર્યાદિત 5G અનુભવ પણ આપશે

  • Reliance Jioએ 13 OTT એપ્સ સાથે નવો પ્લાન કર્યો લોન્ચ
  • આ પ્લાનમાં 3 મહિના માટે ફ્રી કોલિંગ અને ડેટા મળશે

પ્રીપેડ પ્લાનને મોંઘા કર્યા બાદ હવે ટેલિકોમ કંપનીઓ યુઝર્સને આકર્ષવા માટે ઓછી કિંમતે મોટા ફાયદા સાથે નવા રિચાર્જ પ્લાન લોન્ચ કરી રહી છે. રિલાયન્સ જિયોએ હવે યુઝર્સ માટે 448 રૂપિયાનો નવો પ્લાન લોન્ચ કર્યો છે ટેરિફમાં વધારો કર્યા બાદ કંપની પાસે માત્ર એક જ એવો પ્લાન હતો જે યુઝર્સને 175 રૂપિયામાં JioTV પ્રીમિયમની ફ્રી એક્સેસ આપી રહી હતી.

હવે Jio 448 પ્લાન સાથે કંપની યુઝર્સને માત્ર એક જ નહીં પરંતુ 13 અલગ અલગ OTT એપ્સની ફ્રી એક્સેસ ઓફર કરશે. આ નવા Jio પ્રીપેડ પ્લાન સાથે તમને દરરોજ કેટલો ડેટા મળશે અને કઈ OTT એપ્સ આપવામાં આવશે.

Jio 448 પ્લાનની વિગતો

448 રૂપિયાના આ પ્લાનમાં તમને દરરોજ 2 જીબી હાઇ-સ્પીડ ડેટા, અમર્યાદિત વોઇસ કોલિંગ અને 100 SMS આપવામાં આવશે. અન્ય લાભોની વાત કરીએ તો, Jio TV પ્રીમિયમ સિવાય આ પ્લાન ZEE5, SonyLIV, ડિસ્કવરી પ્લસ, Lionsgate Play, Kanchha Lanka, SunNXT, Hoichoi, Planet Marathi, FanCode અને Chaupal જેવી OTT એપ્સનો લાભ આપશે.

દરરોજ 2 જીબી હાઇ સ્પીડ ડેટા સાથે રિલાયન્સ જિયોનો આ પ્લાન તમને ખરેખર અમર્યાદિત 5G અનુભવ પણ આપશે. આ પ્લાન તમને મોંઘો લાગી શકે છે પરંતુ આ પ્લાનમાં ઉપલબ્ધ OTT એપ્સની કિંમત આ પ્લાન કરતા વધારે છે. જો તમે માત્ર JioCinema પ્રીમિયમ સબસ્ક્રિપ્શન ખરીદવા માંગો છો તો આ પ્લાનની શરૂઆતની કિંમત 29 રૂપિયા છે.

Jio 448 પ્લાનની માહિતી

448 રૂપિયાના આ રિલાયન્સ જિયો પ્લાન સાથે 28 દિવસની વેલિડિટી આપવામાં આવશે દરરોજ 2 જીબી હાઈ-સ્પીડ ડેટાના હિસાબે આ પ્લાનમાં કુલ 56 જીબી હાઈ-સ્પીડ ડેટા મળશે. Reliance Jio પાસે પણ આવા ઘણા પ્લાન છે જે Netflix સબસ્ક્રિપ્શન સાથે આવે છે.

જો તમે Netflix સબસ્ક્રિપ્શન સાથે પ્લાન ખરીદવા માંગો છો તો તમારે 1299 રૂપિયા અથવા 1799 રૂપિયાનો પ્લાન ખરીદવો પડશે. આ બંને પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે.


  • Follow us on: