ગત કેટલાક દિવસોથી સરકારી કર્મચારીઓ એક વિશેષ જાહેરાતની પ્રતીક્ષા કરી રહ્યા છે. આને લઈ જાણકારી હતી કે સપ્ટેમ્બરમાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની છે પરંતુ આ મહિને પોતાનો વધેલા પગાર માટે હજી વાટ જોવી પડશે. આ ખબરથી ઝાટકો લાગી શકે છે. ડીએમાં વધારાની જાહેરાત સપ્ટેમ્બરમાં નહિ કરાય પરંતુ આગામી મહિને ઑક્ટોબરમાં થઈ શકે છે.
હજી વાટ જોવી પડશે
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શરોને મોંઘવારી ભથ્થા માટે હજી પ્રતીક્ષા કરવાની નોબત આવી શકે છે. ડીએની જાહેરાતને લઈ ખબર આવ્યા હતા આને સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવી શકે છે.
ડીએની જાહેરાતને લઈ ખબરો હતી. આને સપ્ટેમ્બરમાં લાગુ કરવામાં આવી શકે છે. પરંતુ હવે કર્મચારીઓને એક મહિનાની વાટ વધુ જોવી પડી શકે છે. મળતી માહિતી મુજબ આ મહિને ડીએને લઈ કોઈ અપડેટ મળવાની શક્યતા ઓછી છે. આ માટે દિવાળી સુધી વાટ જોવી પડશે. શક્યતા છે તે તહેવાર પહેલા સરકાર આની જાહેરાત કરી શકે છે.
વર્ષ-2022ના હિસાબથી ડીએમાં વધારો જોવા જઈએ તો 28 સપ્ટેમ્બરે ડીએના દરોમાં ચાર ટકાનો વધારો કરાયો હતો. આ વર્ષે દિવાળી 24 ઓકટોબરે છે. ગત વર્ષની વાત કરીએ તો આમાં 24 ઑક્ટોબરે દશેરા હતો. 12 નવેમ્બરે દિવાળી હતી. આ દરમિયાન કેન્દ્ર સરકારે દિવાળીના પહેલા જ વધારાની જાહેરાત કરી દીધી હતી. આને જોતા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વખતે ડીએમાં વધારાની જાહેરાત દિવાળીની પહેલા કરાશે.
DA શું હોય છે ?
DAનો અર્થ ગુજરાતીમાં મોંઘવારી ભથ્થું થાય છે. જેને ડિયરનેસ અલાઉન્સ પણ કહેવામાં આવે છે. આ સરકારી અને બિનસરકારી કર્મચારીઓને અપાતી રકમ છે. વધતી મોંઘવારીને જોતા સરકારે કર્મચારીઓને ડીઓની ભેટ આપી છે. આ કર્મચારીઓના મૂળ વેતનના એક નક્કી ટકા માનીને અપાય છે. મૂળ પગારની સાથે મકાન ભાડું ભથ્થા જેવી બીજી રકમ પણ ડીએમાં સમાવેશ કરી આપવામાં આવે છે જેથી પગાર વધી જતો હોય છે.