- સબ-ક્લાસિસ માટેનું રજિસ્ટ્રેશન સર્ટિફ્કિેટ પૂરું પાડી શકે છે
- નાણામંત્રાલયનો ઇન્શ્યોરર્સને અન્ય ફઇનાન્શિયલ પ્રોડક્ટ્સના વેચાણની છૂટ આપવાનું સૂચન
- જનરલ અથવા હેલ્થ ઇન્શ્યોરન્સ બિઝનેસ માટે રૂ. 100 કરોડના પેઈડ-અપ કેપિટલની જરૂરિયાત
કેન્દ્રીય નાણામંત્રાલયે ઇન્શ્યોરન્સ સંબંધી નયમોમાં અનેક સુધારાઓનો પ્રસ્તાવ મૂક્યો છે. જેમાં ઈન્શ્યોરર્સને માટે એક સર્વસામાન્ય (કંપોઝિટ) લાઇસન્સની જોગવાઈથી લઈ તેમને વિવિધ ફઇનાન્શિયલ પ્રોડક્ટ્સના વેચાણની છૂટ આપવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. સાથે ઇન્શ્યોરન્સ રેગ્યુલેટર ઈરડાઈના ચેરમેન અને હોલ-ટાઈમ મેમ્બર્સ માટેની નિવૃત્તિ વયમાં વૃદ્ધિ કરવાની બાબત પણ સામેલ છે. ડિપાર્ટમેન્ટ ઓફ્ ફઇનાન્શિયલ સર્વિસિઝે કરેલા સૂચનોમાં ઇન્શ્યોરર્સને એકથી વધુ ઇન્શ્યોરન્સ બિઝનેસમાં કામ કરવાની છૂટ આપવાનો સમાવેશ પણ થાય છે. જે મુજબ ઇન્શ્યોરસે જનરલ, લાઈફ્ અને હેલ્થ ઇન્શ્યોરન્સના દરેક બિઝનેસ માટે રેગ્યુલેટર પાસેથી અલગ-અલગ લાઇસન્સ લેવાની જરૂર રહેતી નથી. જો કંપની આ બિઝનેસિસ માટે લઘુતમ મૂડી જરૂરિયાતનું પાલન કરતી હોય તો એક સર્વગ્રાહી લાઇસન્સ વડે તે તમામ ઇન્શ્યોરન્સ બિઝનેસિસ ચલાવી શકે છે. આ માટે સરકારે ઇન્શ્યોરન્સ એક્ટ 1938માં સુધારો કરવાનો રહેશે. જો અરજદાર વિવિધ શ્રોણીઓ અને પેટા-શ્રોણીઓ માટે નિર્ધારિત કરવામાં આવેલા યોગ્યતાના માપદંડોનું પાલન કરતો હશે તો રેગ્યુલેટર અરજદારને ઇન્શ્યોરર તરીકે રજિસ્ટર કરી તેને તમામ ક્લાસિસ અથવા સબ-ક્લાસિસ માટેનું રજિસ્ટ્રેશન સર્ટિફ્કિેટ પૂરું પાડી શકે છે. જો ઇન્શ્યોરર ઇન્શ્યોરન્સના એક ક્લાસ અથવા સબ-ક્લાસનો બિઝનેસ ચલાવતો હોય તો તેણે તમામ ક્લાસ મુજબ રિસિટ્સ અને પેમેન્ટ્સ અલગથી જાળવવાના રહેશે એમ વિભાગે તેના પ્રસ્તાવમાં જણાવ્યું છે. ચાલુ સપ્તાહની શરૂમાં આ પ્રસ્તાવિત સુધારાઓ રજૂ કરવામાં આવ્યાં હતાં. જેના પર જાહેર જનતા 15 ડિસેમ્બર સુધી તેમના પ્રતિભાવ રજૂ કરી શકે છે. વવિધ બિઝનેસ ક્લાસિસમાં લાઈફ્, જનરલ, હેલ્થ અથવા રિઇન્શ્યોરન્સનો સમાવેશ થાય છે. જ્યારે સબ-ક્લાસિસમાં ફયર, મરિન અને મિસ્સેલેનિયલ બિઝનેસિસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિભાગે ઈરડાઈના ચેરમેને અને હોલ-ટાઈમ ડિરેક્ટર માટેની નિવૃત્તિ વયને 65 વર્ષ સુધી વધારવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. હાલમાં તે 62 વર્ષની છે. સાથે જ કેપ્ટિવ ઇન્શ્યોરર્સનો કન્સેપ્ટ પણ રજૂ કર્યો છે. પ્રસ્તાવમાં ઇન્શ્યોરન્સ કંપનીઓને અન્ય ફઇનાન્શિયલ પ્રોડક્ટ્સના વેચાણ માટેની છૂટ માટે પણ માગ કરાઈ છે. જેનો અર્થ એ થાય છે કે ઇન્શ્યોરન્સ કંપનીઓ મ્યુચ્યુઅલ ફ્ંડ્સ પ્રોડક્ટ્સનું પણ વેચાણ કરી શકે. વિભાગે ઇન્શ્યોરન્સ કંપનીઓને તેમની કામગીરીના સ્કેલને આધારે લઘુતમ પેઈડ-અપ ઈક્વિટી કેપિટલ સાથે કામગીરીની શરૂઆત કરવાની છૂટ આપવા પણ જણાવ્યું છે. હાલના નિયમો મુજબ લાઈફ્, જનરલ અથવા હેલ્થ ઇન્શ્યોરન્સ બિઝનેસ માટે રૂ. 100 કરોડના પેઈડ-અપ કેપિટલની જરૂરિયાત રહે છે.










