- દેશમાં જીએસટી ક્લેકશનથી સરકારને ભારે કમાણી થઈ રહી છે
- જુલાઈ મહિનામાં જીએસટી કલેક્શનમાં 10.3 ટકાની તોફાની તેજી નોંધાઈ
- ગત જૂન મહિનામાં જીએસટીની જોરદાર કમાણી થઈ હતી
દેશમાં જીએસટી ક્લેકશનથી સરકારને ભારે કમાણી થઈ રહી છે. સરકારી આંકડાઓ પ્રમાણે જુલાઈ-2024માં ગ્રોસ જીએસટી ક્લેકશન 10.3 ટકા વધીને 1,82,075 કરોડ રૂપિયા થયું છે. રિફંડ પછી જુલાઈ-2024 માટે નેટ જીએસટી રેવન્યૂ 1,44,897 કરોડ રૂપિયા થઈ ગયું છે. જે ગત વર્ષના આ સમયગાળાની સરખામણીમાં 14.4 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
આ રાજ્યમાં સૌથી વધુ કમાણી
મળતી માહિતી પ્રમાણે આગામી કેટલાક મહિનાઓમાં તહેવારો આવવાની સાથે કલેક્શનમાં વધારો જોવા મળશે. એપ્રિલ-જુલાઈ-2024 દરમિયાન જીએસટી રેવન્યૂ વર્ષે દર વર્ષે 10.2 ટકા વધીને 7,38,894 કરોડ રૂપિયા થઈ ગયા છે. જો આપણે આને રાજ્યસ્તરે જોઈએ તો મહારાષ્ટ્ર નંબર-1 પર આવે છે. આને સૌથી વધુ 28,970 કરોડ રૂપિયાનું જીએસટી ક્લેકશન કર્યું છે. ત્યારબાદ કર્ણાટક 13,025 કરોડ રૂપિયા, ગુજરાત-11,015 કરોડ રૂપિયા, તમિલનાડુ10,490 કરોડ રૂપિયા અને યુપી 9,125 કરોડ રૂપિયાનું સ્થાન રહ્યું છે. કલેક્શનના આ આંકડાઓમાં વસ્તુઓની આાત પર જીએસટી સામેલ છે.
ગત જૂન મહિનામાં જોરદાર કમાણી થઈ
ઉલ્લેખનીય છે કે, જૂન મહિનામાં જીએસટી ક્લેક્શન 1.74 લાખ કરોડ પાર કરી ગયું હતું. જેમાં સીજીએસટી 39,586 કરોડ અને SGST 33,548 કરોડ હતી. મે મહિનામાં સરકારનું જીએસટી કલેક્શન 1.73 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. જે ગત વર્ષે મે મહિનામાં થયેલા જીએસટી ક્લેશનની સરખામણીમાં રેકોર્ડ 10 ટકા વઘુ હતું. ગત વર્ષે મે માસમાં આ આંકડો 1.57 લાખ કરોડ રૂપિયાનું ક્લેશન થયું હતું.
ગયા વર્ષે આવક 20.18 લાખ કરોડ રૂપિયા હતી
ગયા મહિને રિપોર્ટ જાહેર કરતી વખતે, નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન દેશમાં GSTથી 20.18 લાખ કરોડ રૂપિયાનું ગ્રોસ ટેક્સ કલેક્શન થયું હતું. જે પાછલા નાણાકીય વર્ષ 2022-23ના ટેક્સ કલેક્શન કરતાં 11.7 ટકા વધુ છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં સરકારે નાણાકીય વર્ષ 2023-24 માટે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો લક્ષ્યાંક વધારીને 19.45 લાખ કરોડ રૂપિયા કર્યો હતો. જ્યારે GST, કસ્ટમ્સ ડ્યુટી અને એક્સાઇઝ ડ્યુટી સહિતના પરોક્ષ કરનો લક્ષ્યાંક ઘટાડીને 14.84 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યો હતો. સુધારેલા અંદાજો અનુસાર, સરકાર નાણાકીય વર્ષ 2023-24માં કુલ 34.37 લાખ કરોડ રૂપિયાના કુલ ગ્રોસ ટેક્સ કલેક્શનની અપેક્ષા રાખે છે.










