કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતા ધરાવતી જીએસટી કાઉન્સિલે સોમવારે મળેલી બેઠકમાં ધાર્મિક યાત્રા કરનારને મોટી ખુશખબરી આપી છે. બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, હવે ચારધામ યાત્રા કરનારને હેલિકોપ્ટર સેવા લેવા પર 18 ટકાને બદલે પાંચ ટકા જીએસટી આપવો પડશે. ઉત્તરાખંડના નાણામંત્રી પ્રેમચંદ અગ્રવાલે આ જાણકારી આપી છે.

ઉત્તરાખંડ જેવા પર્વતીય રાજ્યોમાં પર્યટન વધશે
ઉત્તરાખંડના નાણામંત્રી પ્રેમચંદ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે તેઓની તરફથી આ માંગ કરવામાં આવી હતી. આની પર જીએસટી કાઉન્સિલે આજે મહોર મારી છે. આનાથી ઉત્તરાખંડ જેવા પર્વતીય રાજ્યોને ઘણો ફાયદો થશે. ઉપરાંત ધાર્મિક પર્યટનમાં પણ વધારો થશે. તેમને જણાવ્યું કે, કેદારનાથ, બદરીનાથ જેવા દુર્ગમ વિસ્તારો સુધી પહોંચવા માટે વૃદ્ધોને ખૂબ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સુવિધા માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધી આની પર 18 ટકા જીએસટી લાગુ હતો. જો કે હવે માત્ર પાંચ ટકા જીએસટી થઈ જવાથી હેલિકોપ્ટરથી યાત્રા કરનારને ઓછા પૈસા ચુકવવા પડશે.
  • Follow us on: