આરબીઆઇએ રેપો રેટમાં ઘટાડો કરીને હેટ્રિક મારી છે. કારણ કે સતત ત્રીજી વાર રેપો રેટમાં ઘટાડો કર્યો છે. આરબીઆઇની મૌદ્રિક નીતી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો. 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરતા રેપો રેટ હવે 5.5 ટકા થઇ ગયો. જેથી હોમ લોન અને ઓટો લોન લેનારાઓને રાહત મળી છે. ત્યારે વ્યાજગદરોમાં ઘટાડો થતા તમારી ઇએમઆઇ પર શું અસર પડશે. ઇએમઆઇ કેટલી ઘટશે તે વિશે સમજીએ.


[[$googlead]]

50 લાખની લોન હોય તો ઇએમઆઇ કેટલી ઘટે ?

માની લો કે કોઇ બેંકમાંથી 30 વર્ષ માટે 50 લાખની લોન લીધી છે તો તેનું વ્યાજ તમે 9 ટકા લેખે ભરો છો. એટલે મહિને 40, 231 રૂપિયા થાય. હવે રેપો રેટમાં 005 ટકાનો ઘટાડો થતા ઇએમઆઇ ઘટીને 38446 રૂપિયા થઇ જશે. એટલે મહિને તમારે સીધા 1785 રૂપિયા ઘટશે.

[[$alsoread]]

30 લાખની લોન પર ઇએમઆઇ કેટલી ઘટે ?

માની લો કે કોઇ બેંકમાંથી 20 વર્ષ માટે 30 લાખની હોમ લોન લીધી છે તો તેનું વ્યાજ તમે 8.5 ટકા લેખે ભરો છો. એટલે મહિને 26,035 રૂપિયા થાય. હવે રેપો રેટમાં 0.5 ટકાનો ઘટાડો થાય એટલે વ્યાજદર 8 ટકા થઇ જાય. આથી 8 ટકા લેખે ઇએમઆઇ 25,093 રૂપિયા થઇ જશે. એટલે મહિને તમારે સીધા 942 રૂપિયા ઘટશે.

25 લાખની લોન પર ઇએમઆઇ કેટલી ઘટે ?

જો તમે 25 લાખની હોમલોન 20 વર્ષ માટે લીધી છે. જેનું વ્યાજ 8.5 ટકા છે. તમે મહિને 21,696 ભરો છો. હવે રેપો રેટમાં ઘટાડો થતા ઇએમઆઇ ઘટશે. વ્યાજદર 8 ટકા થઇ જશે. એટલે હોમલોનનો હપ્તો તમારો 20,911 રૂપિયા થઇ જશે. મહિને 785 રૂપિયાનો ઘટા઼ડો થઇ જશે. 

  • Follow us on: