- RBI ગવર્નર પદ સંભાળતા સમયે તેઓ 4 લાખ રૂપિયા માસિક પગાર મેળવતા
- RBI ગવર્નરોને વધુ પેન્શન મળે છે કારણ કે તેઓ સરકારી અધિકારી રહી ચૂક્યા:રઘુરામ રાજ
- તેમને પેન્શનની જરૂર નથી કારણ કે તેમની પાસે ફુલ ટાઈમ નોકરી છે
બેંકિંગ સેક્ટરના રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ગવર્નરનો હોદ્દો સંભાળતા સમયે મળેલા પગારનો ખુલાસો કર્યો છે. રઘુરામ રાજને જણાવ્યું કે, RBI ગવર્નર પદ સંભાળતા સમયે તેઓ 4 લાખ રૂપિયા માસિક પગાર મેળવતા હતા. રાજને કહ્યું હતું કે, RBI ગવર્નર તરીકે તેમને જે પગાર મળી રહ્યો હતો તેનાથી વધુ તેમને જે સરકારી મકાન મળ્યું હતું તે વધુ મહત્વનું હતું.
રઘુરામ રાજને કહ્યું હતું કે તેઓ આજે RBI ગવર્નરની સેલરી નથી જાણતા પરંતુ તેમના સમયમાં તેમને 4 લાખ રૂપિયાનો પગાર મળતો હતો. પરંતુ સૌથી મોટો ફાયદો આરબીઆઈ ગવર્નરનું સત્તાવાર ઘર છે જે ખૂબ મોટું છે અને આરબીઆઈ ગવર્નરનું ઘર મલબાર હિલમાં દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીના ઘરથી થોડે દૂર છે.
રઘુરામ રાજને કર્યા ખુલાસા
રઘુરામ રાજને કહ્યું હતું કે, તેમણે એકવાર ગણતરી કરી હતી કે, જો આ ઘર વેચવામાં આવે અથવા લીઝ પર આપવામાં આવે. જેમ કે પોર્ટ ઓથોરિટી પાસે લાંબા ગાળાની લીઝ છે જે 450 કરોડ રૂપિયા આપે છે. જો તમે તેમાં રોકાણ કરો છો તો તમે RBIના ટોચના અધિકારીઓનો પગાર સરળતાથી ચૂકવી શકો છો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું RBI ગવર્નર માટે 4 લાખ રૂપિયાનો પગાર પૂરતો છે? તો તેમણે કહ્યું હતું કે તેઓ કેબિનેટ સચિવ જેવા અન્ય સરકારી અધિકારીઓ જેવા જ છે. તેમને અન્ય સરકારી અધિકારીઓની જેમ પેન્શન મળતું નથી. પરંતુ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમણે કહ્યું હતું કે તેને પેન્શન પણ નથી મળતું.
RBI ગવર્નરોને કેટલું પેન્શન મળે છે?
રઘુરામ રાજને કહ્યું હતું કે આરબીઆઈ ગવર્નરોને વધુ પેન્શન મળે છે કારણ કે તેઓ સરકારી અધિકારી રહી ચૂક્યા છે. તેણે નામ ન આપવાની શરતે જણાવ્યું કે એક ગવર્નર હતા જેમણે લાંબા સમય સુધી આરબીઆઈ અને સરકારની સેવા કરી હતી પરંતુ તેમને પેન્શન મળ્યું નહોતું કારણ કે તેઓ સિવિલ સર્વન્ટ ન હતા. રઘુરામ રાજને કહ્યું હતું કે તેમને પેન્શનની જરૂર નથી કારણ કે તેમની પાસે ફુલ ટાઈમ નોકરી છે.
રઘુરામ રાજને કહ્યું હતું કે ગવર્નરનું પદ સંભાળતી વખતે વ્યક્તિને અન્ય સુવિધાઓ તરીકે કાર મળે છે અને ઘરની જાળવણી માટે પણ ઘણા પૈસા મળે છે. આ ઘર ઘણું જૂનું હોવાને કારણે તેની જાળવણીની જરૂર છે. ભારત જેવા દેશમાં સરકારી હેતુઓ માટે લક્ઝરી વાહનોનો ઉપયોગ કરવો યોગ્ય નથી.