Hyundaiના શેરની શેરબજારમાં ધીમી શરૂઆત થઈ છે. લિસ્ટિંગ બાદ તેના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે Hyundai મોટર્સના શેર 1 ટકાના ડિસ્કાઉન્ટ સાથે બજારમાં લિસ્ટ થયા હતા. આ પેસેન્જર વ્હીકલ મેન્યુફેક્ચરિંગ કંપની BSE પર રૂ. 1,931 પર લિસ્ટેડ હતી, જે તેની રૂ. 1,960ની ઇશ્યૂ કિંમત કરતાં 1.48 ટકા ઓછી છે. એ જ રીતે, હ્યુન્ડાઈના શેર NSE પર રૂ. 1,934 પર લિસ્ટ થયા હતા, જે ઈશ્યૂ કિંમત કરતાં 1.33 ટકા ઓછા હતા.


લિસ્ટિંગ પહેલા હ્યુન્ડાઈ આઈપીઓ ગ્રે માર્કેટમાં ફ્લેટ લિસ્ટિંગનો સંકેત આપતો હતો

લિસ્ટિંગ પછી, હ્યુન્ડાઈના શેર સવારે 10.30 વાગ્યે 4.80 ટકાના ઘટાડા સાથે રૂ. 1,865 પર ટ્રેડ થઈ રહ્યા હતા. હ્યુન્ડાઈના એક લોટ માટે છૂટક રોકાણકારોએ રૂ. 13,720નું રોકાણ કરવું પડ્યું હતું, જેમાં 7 શેર રાખવામાં આવ્યા હતા. લિસ્ટિંગ પછી દરેક શેરમાં રૂ. 95નો ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં એક લોટ મેળવનાર રોકાણકારોને 665 રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે. હ્યુન્ડાઈ મોટર્સ ઈન્ડિયા લિમિટેડના શેરનું લિસ્ટિંગ અપેક્ષા મુજબ થયું છે. લિસ્ટિંગ પહેલા હ્યુન્ડાઈ આઈપીઓ ગ્રે માર્કેટમાં ફ્લેટ લિસ્ટિંગનો સંકેત આપતો હતો. તે થોડા સમય માટે ડિસ્કાઉન્ટ પર ટ્રેડિંગ પણ જોવા મળ્યું હતું. જો કે, તે પહેલા આ IPO પ્રતિ શેર 20 થી 25 રૂપિયાનું પ્રીમિયમ દર્શાવે છે.

Hyundai IPO પ્રાઇસ બેન્ડ

ચેન્નાઈ સ્થિત હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાની પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. 1,865-1,960 હતી. રોકાણકારો ઓછામાં ઓછા સાત શેર માટે અરજી કરી શકતા હતા.

ભારતીય બજારમાં સૌથી મોટો IPO

ભારતીય શેરબજારમાં આ સૌથી મોટો IPO છે, જે 15 ઓક્ટોબરે ખુલ્યો હતો. આ IPOનું કદ રૂ. 27,870.16 કરોડ હતું. અગાઉ સરકારી વીમા કંપની LIC એ સૌથી મોટો IPO લોન્ચ કર્યો હતો. LIC IPOનું કદ રૂ. 21,000 કરોડ હતું. આ ઈસ્યુ દ્વારા, હ્યુન્ડાઈ મોટર્સ ઈન્ડિયાએ રૂ. 10ની ફેસ વેલ્યુ સાથે 142,194,700 શેર વેચાણ માટે ઓફર કર્યા હતા.

કોણે કેટલા સબ્સ્ક્રાઇબ કર્યા?

છૂટક રોકાણકારો માટે ફાળવણી 0.50 ગણી સબ્સ્ક્રાઇબ કરવામાં આવી હતી, જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારો (NIIs) માટે આરક્ષિત ભાગ 0.60 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. કર્મચારીઓ માટે ફાળવણી 1.74 ગણી બુક કરવામાં આવી હતી. જોકે, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સ (QIBs) એ 6.97 વખત સબસ્ક્રાઇબ કર્યું હતું.

(નોંધ- કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા, ચોક્કસ નાણાકીય સલાહકારની મદદ લો.)


  • Follow us on: