• વેપાર મંત્રી કેમી બેડેનોચ સાથે મુલાકાત કરી
  • યુરોપિયન કમિશનના વાઇસ પ્રેસિડેન્ટને મળ્યા
  • FTA અને પરસ્પર હિતના અન્ય મુદ્દાઓ પર ચર્ચા 

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે બ્રિટનના વેપાર મંત્રી કેમી બેડેનોચ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ બેઠક દરમિયાન દ્વિપક્ષીય રોકાણ અને મુક્ત વેપાર કરાર (FTA) પર ચર્ચા કરી હતી.


નાણા મંત્રાલયે X (Twitter) પર જણાવ્યું હતું કે, "નાણા પ્રધાન નિર્મલા સીતારમણ અને વેપાર પ્રધાન કેમી બેડેનોચે ભારત અને યુકે અને ભારત-યુકે BIT વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) પર ટૂંકમાં તેમના મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું હતું. બંને આ સહકાર ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છે અને વહેલા નિષ્કર્ષ લાવવા પર વાત કરી ચુક્યા છે"

બેઠક દરમિયાન, ભારતીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ અને બ્રિટિશ વેપાર પ્રધાન કેમી બેડેનોચે દ્વિપક્ષીય રોકાણ અને વેપાર મુદ્દાઓ પર ચર્ચા કરી. અગાઉ, સીતારમણ યુરોપિયન કમિશનના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ વી ડોમ્બ્રોવસ્કીને પણ મળ્યા હતા અને FTA અને પરસ્પર હિતના અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

  • Follow us on: