• વિદેશમાં માંગ વધવાને કારણે નિકાસમાં રેકોર્ડબ્રેક ઉછાળો નોંધાયો

  • ઓગસ્ટમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો PMI 58.6ના સ્તરે રહ્યો
  • દેશમાં સર્વિસ સેક્ટરની કામગીરી સતત સવા બે વર્ષથી સારામાં સારી

ઓગસ્ટમાં દેશનો સર્વિસ સેક્ટરનો PMI થોડો ઘટીને 60.1 રહ્યો હતો. જો કે વિદેશોમાં માંગ વધવાને કારણે નિકાસમાં રેકોર્ડબ્રેક ઉછાળો આવ્યો હતો. ઓગસ્ટમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરની કામગીરી પણ સારી રહી હતી અને PMI 58.6નાં સ્તરે રહી હતી. જુલાઈ મહિનામાં સર્વિસ સેક્ટરનો પીએમઆઈ એટલે કે સર્વિસિસ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ 62.3 હતો. દેશમાં સર્વિસ સેક્ટરની કામગીરી સતત સવા બે વર્ષથી સારામાં સારી રહી છે. સતત 25 મહિનાથી સર્વિસ સેક્ટરનો PMI 50થી ઉપર રહ્યો છે જે આ ક્ષેત્રની કામગીરી ઉત્તમ હોવાનો નિર્દેશ કરે છે. મંગળવારે એસ એન્ડ પી ગ્લોબલ દ્વારા ભારતનાં સર્વિસિસ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (PMI) નાં આંકડા જાહેર કરાયા હતા. ઓગસ્ટમાં સર્વિસ સેક્ટરની કામગીરી સતત વધી હતી અને તેજી જોવા મળી હતી પણ જુલાઈની સરખામણીમાં તેમાં થોડો ઘટાડો થયો હતો. ઓગસ્ટમાં PMI ઘટીને 60.1 રહ્યો હતો. જે જુલાઈમાં 62.3 હતો. વિજ્ઞાપન અને સર્વિસિસ માટે મજબૂત માંગને કારણે તેમાં વધારો થયો હતો. વેચાણમાં છેલ્લા 13 વર્ષમાં સૌથી વધુ વધારો થયો હતો. ખાસ કરીને ફાઈનાન્સ તેમજ ઈન્સ્યોરન્સ સેક્ટરમાં નવા બિઝનેસ અને આઉટપૂટ ગ્રોથ જોવા મળ્યો હતો.

મેન્યુફેક્ચરિંગ PMI પણ વધ્યો

એસ એન્ડ પી ગ્લોબલ દ્વારા 400 કંપનીઓનાં રિસ્પોન્સને આધારે ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ જાહેર કરાયો હતો. જેમાં રિટેલ સિવાય કન્ઝયુમર ક્ષેત્ર તેમજ ટ્રાન્સપોર્ટ, ઈન્ફર્મેશન, કોમ્યુનિકેશન, ફાઈનાન્સ, રિયલ એસ્ટેટ તેમજ બિઝનેસ સર્વિસિસની કામગીરી નોંધપાત્ર રહી હતી. જુલાઈમાં આ ક્ષેત્રનો PMI 57.7 હતો જે ઓગસ્ટમાં વધીને 58.6 નોંધાયો હતો.


  • Follow us on: