- ઇન્કમ ટેક્સ સૌથી વધારે કોણ ભરે છે ?
- ભારતીય કંપનીઓમાં ટેક્સ ભરવામાં આગળ કોણ ?
- આવક પર ચૂકવવામાં આવે છે ટેક્સ
ભારતમાં આપણે વિવિધ પ્રકારના ટેક્સ ભરીએ છીએ જેવા કે કેપિટલ ગેન્સ ટેક્સ, ઇન્કમ ટેક્સ અને જીએસટી. આપણે સૌ સેલરી કે બિઝનેસથી થનારી આવક પર ટેક્સ ચૂકવીએ છીએ. ત્યારે વર્ષ 2022-23ની જો વાત કરીએ તો, સૌથી વધારે કોણે ટેક્સ ભર્યો તે વિશે વાત કરીએ.
કોણ ટોપ 10માં ?
એક મળતી માહિતી મુજબ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નાણાકીય વર્ષ 2022-23 માટે ટોચની કરદાતા કંપનીઓની યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ટાટા ગ્રૂપની બે કંપનીઓ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ અને ટાટા સ્ટીલને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવી છે. પરંતુ દેશના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીની કોઈપણ કંપની ટોપ 10ની યાદીમાં સામેલ નથી.
સૌથી વધુ ટેક્સ ભરનાર સેલિબ્રિટી કોણ ?
ઇન્કમ ટેક્સ વિભાગના ડેટા અનુસાર મહેન્દ્રસિંહ ધોની સૌથી વધુ 38 કરોડ રૂપિયા ટેક્સ ભરનાર ટેક્સ પેયર બન્યા છે. ત્યારબાદ નંબર આવે છે બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારનો. જેણે 29.5 કરોડ રૂપિયા ઇન્કમ ટેક્સ ભર્યો છે. અન્ય એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે દેફ બેઝોસે અમેરિકી સરકારને વર્ષ 2014 થી 2018ની વચ્ચે 97.3 કરોડ ડોલર ટેક્સ ચૂકવ્યો છે. જે દુનિયામાં સૌથી વધારે ટેક્સ ભરનાર ટેક્સ પેયર માનવામાં આવે છે.
ભારતમાં સૌથી વધુ ટેક્સ ભરતી કંપનીઓ કઇ ?
- એક રિપોર્ટ પ્રમાણે આપણે ભારતમાં સૌથી વધારે ટેક્સ ભરતી કંપની વિશે વાત કરવામાં આવે તો.સૌથી પહેલુ સ્થાન છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. તેલથી લઈને ટેલિકોમ સુધીના ઘણા ક્ષેત્રોમાં કામ કરતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી વધારે ટેક્સ ભરનારી ભારતીય કંપની છે.
- બીજા સ્થાને છે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા. આ બેંકે સરકારને કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે.
- આ યાદીમાં ત્રીજા સ્થાને HDFC બેંક છે. આ બેંકે પણ સરકારને કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે.
- આ પછી ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS) ચોથા ક્રમે આવે છે. આ IT કંપનીએ પણ કરોડોની રકમમાં ટેક્સ ચૂકવ્યો છે.
- જ્યારે સૌથી વધુ ટેક્સ ભરતી કંપનીઓમાં. ICICI બેન્ક પાંચમા સ્થાને છે.
- ONGC યાદીમાં છઠ્ઠા સ્થાને છે. આ જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીએ ટેક્સ રૂપે કરોડો રૂપિયા ચૂકવ્યા છે.
- ટાટા સ્ટીલે 7મા ક્રમે આવે છે.
- આઠમા ક્રમે સૌથી વધુ ટેક્સ ભરતી કંપનીની વાત કરીએ તો કોલ ઈન્ડિયા આવે છે.
- આ યાદીમાં ઈન્ફોસિસ 9મા નંબરે છે. આ આઈટી કંપનીએ પણ સરકારને કરોડોનો ટેક્સ ચૂકવ્યો છે.
- ટોપ 10ની યાદીમાં એક્સિસ બેન્ક છેલ્લા સ્થાને છે. ખાનગી ક્ષેત્રની આ બેંકે કરોડોનો ટેક્સ ચૂકવ્યો છે.
- મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ કર ચૂકવતું રાજ્ય છે અને આ સ્થિતિ ઘણા વર્ષોથી છે.