ICRA માને છે કે સમગ્ર નાણાકીય વર્ષ 2024-25માં ભારતનો આર્થિક વિકાસ દર 6.3 ટકા રહી શકે છે. જ્યારે NSO એ ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2025માં GDP વૃદ્ધિ દર 6.5 ટકા રહેશે. ક્રેડિટ રેટિંગ એજન્સી ICRAએ પોતાની રિપોર્ટમાં જણાવ્યુ છે કે, ભારતની માર્ચની ત્રિ-માસિકમાં જીડીપી ગ્રોથ 6.9 ટકા રહેવાનુ અનુમાન છે. આવું જ અનુમાન NSOએ ફેબ્રુઆરીમાં જાહેર કરેલા અનુમાનથી ઓછો છે. જેમાં Q4 ગ્રોથ 7.6 ટકાથી ઓછી માનવામાં આવે છે.
FY25માં પૂર્ણ વર્ષની ગ્રોથ 6.3 ટકા સુધી સીમિત
ICRA માને છે કે સમગ્ર નાણાકીય વર્ષ 2024-25માં ભારતનો આર્થિક વિકાસ દર 6.3 ટકા રહી શકે છે. જ્યારે NSO એ ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2025માં GDP વૃદ્ધિ દર 6.5 ટકા રહેશે. જો NSOના અંદાજને સચોટ ગણવો હોય, તો માર્ચ ક્વાર્ટરમાં વૃદ્ધિ 7.6 ટકા હોવી જોઈએ. જે હવે મુશ્કેલ લાગે છે.
FY24ની તુલનામાં FY25માં ઘટાડો શક્ય
ICRAના જણાવ્યા મુજબ, FY2023-24માં જીડીપી ગ્રોથ 9.2 ટકા રહી હતી. પરંતુ FY2024-25માં તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઘટાડો મુખ્યત્વે ખાનગી વપરાશ અને રોકાણ પ્રવૃત્તિઓમાં અસમાનતાને કારણે હોઈ શકે છે.
ICRAની ચીફ ઇકોનોમિસ્ટ શુ કહે છે?
ICRAની મુખ્ય અરઅથશાસ્ત્રી અદિતી નાયરે જણાવ્યુ હતુ કે, ચોથા ક્વાર્ટરમાં ખાનગી વપરાશ અને રોકાણ પ્રવૃત્તિમાં સમાન ગતિ રહી ન હતી. રોકાણમાં મંદીનું એક કારણ ટેરિફ અંગેની અનિશ્ચિતતા પણ છે. સેવા નિકાસમાં સતત બે આંકડાની વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે ડિસેમ્બરમાં વધેલી વેપારી નિકાસ હવે માર્ચ ક્વાર્ટરમાં ઘટી ગઈ છે. હવે બધાની નજર 31 મે 2025 પર છે. જ્યારે NSO માર્ચ ક્વાર્ટર અને સમગ્ર નાણાકીય વર્ષ 25 માટે કામચલાઉ GDP આંકડા જાહેર કરશે. ત્યારબાદ જ નક્કી થશે કે ICRAનો અંદાજ સાચો સાબિત થાય છે કે સરકારી આંકડા વધુ આશાસ્પદ નીકળે છે.