- આ મેટ્રો હુગલી નદીમાં બનેલી ટનલમાંથી પસાર થશે
- આ મેટ્રોમાં કુલ 6 કોચ જોડાયેલા રહેશે
- મેટ્રો ટ્રેન એસ્પ્લેનેડ અને હાવડા વચ્ચે 4.8 કિમીનું અંતર કાપશે
હવે પાણીની નીચેથી પણ મેટ્રો ટ્રેન ચાલશે. ભારતની પહેલી અંડર વોટર મેટ્રો ટ્રેનની શરૂઆત થવા જઈ રહી છે. 9 એપ્રિલ એટલે કે આવતીકાલે તેનું ટેસ્ટિંગ થશે. આ મેટ્રો હુગલી નદીમાં બનેલી ટનલથી પસાર થશે. આ મેટ્રોમાં 6 કોચ હશે. આ સિવાય તેમાં અન્ય અનેક ખાસિયતો છે.
કોલકત્તા ઈસ્ટ- વેસ્ટ મેટ્રો પ્રોજેક્ટના આધારે 2 6 કોચની મેટ્રોનું પરીક્ષણ કરાશે. સાલ્ટ લેકમાં હાવડા મેદાન અને સેક્ટર વીને જોડતા ઈસ્ટ વેસ્ટ મેટ્રો કોરિડોર સેક્ટર વી સ્ટેશન અને સિયાલદહની વચ્ચેનું અંતર ચાલુ છે. 2 6 કોચની આ મેટ્રો ટ્રેન એસ્પ્લેનેડ અને હાવડા મેદાનની વચ્ચે 4.8 કિમીનું અંતર ટ્રાયલમાં લેશે.
કોલકત્તામાં શરૂ થઈ હતી પહેલી મેટ્રો
દેશની પહેલી મેટ્રો રેલવે કોલકત્તામાં 1984માં શરૂ થઈ હતી. આ પછી દિલ્હીમાં 2002માં શરૂ કરાઈ અને અનેક શહેરોમાં તેની શરૂઆત થઈ હતી. કોલકત્તાની વધુ એક ઉપલબ્ધિમાં એક વધુ અંડરવોટર મેટ્રો જોડાવવા જઈ રહી છે.
મેટ્રો ચલાવવા માટે બેટરીનો ઉપયોગ
મળતી માહિતી અનુસાર આવતીકાલે સાલ્ટ લેક અને હાવડાની વચ્ચે થનારા ટ્રેન રન સિયાલદહ અને એસ્પ્લેનેડ સુરંગથી સફળતા સાથે પસાર થશે. સિયાલદહ અને એસ્પ્લેનેડની વચ્ચે ટ્રેકનું કામ બાકી છે. જો કે અસ્થાયી ટ્રેકને ટ્રાયલ માટે તૈયાર કરાયો છે. અહીં આવનારા સમયમાં ટ્રેન સામાન્ય રીતે ચાલશે પણ સિયાલદહથી એસ્પ્લેનેડ સુધી તેને બેટરી સંચાલિત લોકો દ્વારા સુરંગથી મોકલાશે. પછી તે હાવડા સુધી સામાન્ય રીતે કામ કરશે.
ડિસેમ્બર 2023 સુધી પૂરું થશે કામ
મળતી માહિતી અનુસાર ભારતની પહેલી અંડરવોટર મેટ્રો સેવા, ઈસ્ટ-વેસ્ટ મેટ્રો કોરિડોર પરિયોજના ડિસેમ્બર 2023 સુધી પૂરી થવાની આશા છે. હાલમાં કામ ચાલી રહ્યું છે અને આ પરિયોજનાનું કામ પૂરું થવામાં સમય લાગશે.
લંડન અને પેરિસ જેવી હશે આ મેટ્રો
ભારતમાં પોતાની પહેલી અંડર વોટર મેટ્રો ટ્રેનની તુલના યૂરોસ્ટાર સાથે કરાઈ છે, જે લંડન અને પેરિસને જોડે છે. તે હુગલી નદીના તળિયાથી 13 મીટર નીચે થઈને પસાર થશે. તેને શરૂ કરવાથી લાખો યાત્રીઓને રાહત મળશે.
કેટલો વધશે ખર્ચ
હાવડા સ્ટેશન સૌથી વધારે 33 મીટર ઊંડું હશે. હાલમાં હોજ ખાસ 29 મીટર સૌથી ઊંડુ સ્ટેશન છે. સુરંગ બનાવવામાં પ્રતિ કિલોમીટર 120 કરોડ રૂપિયાનો ખર્ચ આવી શકે છે.