• ફોરેન એક્સચેન્જ 6 સપ્તાહની ટોચે
  • દેશ પાસે હાલ 572.8 અબજ ડોલર વિદેશી હુંડિયામણ
  • રિઝર્વ બેન્કે જાહેર કર્યા આંકડા

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ભારતના વિદેશી હુંડિયામણના આંકડા જાહેર કર્યા હતા. સેંટ્રલ બેન્કના આંકડા મુજબ 10 માર્ચે પૂરા થતાં સપ્તાહમાં દેશનું વિદેશી હુંડિયામણ 12.4 અબજ ડોલર જેટલું વધીને 572.8 અબજ ડોલરના સ્તરે પહોચ્યું છે. આ સાથે જ દેશનું ફોરેન એક્સચેન્જ 6 સપ્તાહની ટોચે પહોચી ગયું છે.

RBIના ડેટા અનુસાર, વિદેશી હુંડિયામણમાં નોંધપાત્ર યોગદાન આપતી ફોરેન કરન્સી એસેટ્સ (FCAs) 10.485 અબજ ડોલર વધીને 505.348 અબજ ડોલર થઈ છે. આ સમયગાળા દરમિયાન દેશનો સોનાનો ભંડાર પણ 2.187 બિલિયન ડોલર વધીને 44.109 બિલિયન ડોલર પર પહોંચી ગયો છે. સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDR) 98 મિલિયન ડોલર વધીને 18.219 બિલિયન ડોલર સુધી પહોંચી ગયા છે. અગાઉ ઑક્ટોબર 2021માં, દેશનું વિદેશી હૂંડિયામણ અનામત 645 અબજ ડોલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું.

[[$googlead]]

[[$alsoread]]

  • Follow us on: