10મું પાસ કર્યા પછી સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે ખૂબ જ સારા સમાચાર છે. ભારતીય ટપાલ વિભાગે હાઈસ્કૂલ પાસ યુવાનો માટે બમ્પર ભરતી બહાર પાડી છે. ઈન્ડિયા પોસ્ટે ગ્રામીણ ડાક સેવક (GDS) ની જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડી છે.
અરજી કરવાની છેલ્લી તારીખ 3 માર્ચ
કુલ 21,413 જગ્યાઓ પર ભરતી થવાની છે. આ પદો દેશના જુદા જુદા રાજ્યોમાં ભરવામાં આવે છે. અરજીની પ્રક્રિયા 10મી ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 3 માર્ચ સુધી રહેશે.
સૌથી વધુ પોસ્ટ યુપી માટે છે
ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટે ભરતી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, છત્તીસગઢ, દિલ્હી, આંધ્રપ્રદેશ, આસામ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ,જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, તમિલનાડુ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ સહિતના ઘણા રાજ્યો માટે છે. સૌથી વધુ પોસ્ટ યુપી માટે છે અને ત્યાર બાદ તમિલનાડુમાં છે. અરજી કર્યા પછી, ઉમેદવારો તેમના ફોર્મમાં 6 માર્ચથી 8 માર્ચ સુધી કરેક્શન કરી શકે છે.
લાયકાત શું હોવી જોઈએ?
અરજી કરનાર ઉમેદવારે કોઈપણ માન્ય બોર્ડમાંથી 10મું પાસ કરેલ હોવું જોઈએ. ઉપરાંત, અરજદારને કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન અને સ્થાનિક ભાષાની સમજ હોવી જોઈએ. ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. OBC કેટેગરી માટે મહત્તમ વય મર્યાદામાં 3 વર્ષ, SC અને ST માટે 5 વર્ષ અને વિકલાંગ ઉમેદવારો માટે 10 વર્ષની છૂટ આપવામાં આવી છે.
અરજી ફી કેટલી?
જનરલ અને ઓબીસી કેટેગરીના અરજદારોએ 100 રૂપિયાની અરજી ફી જમા કરાવવાની રહેશે. જ્યારે SC, ST અને વિકલાંગ ઉમેદવારોને અરજી ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ રીતે કરો અરજી
સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline.gov.in પર જાઓ.
હોમ પેજ પર આપેલ એપ્લાય લિંક પર ક્લિક કરો.
હવે રજિસ્ટ્રેશન કરો અને અરજી ફોર્મ ભરો.
ડોક્યુમેન્ટસ અપલોડ કરો અને ફી જમા કરો.
એકવાર ક્રોસ ચેક કરો અને સબમિટ કરો.
પસંદગી કેવી રીતે થશે?
શૈક્ષણિક લાયકાતના આધારે તૈયાર કરેલ મેરિટ દ્વારા અરજદારોની પસંદગી કરવામાં આવશે. મેરિટ દ્વારા શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન મેડિકલ ફિટનેસ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે.
