- ભારત હાલમાં અમેરિકા, ચીન, જર્મની અને જાપાન બાદ વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે
- ભારત આગામી ત્રણ વર્ષમાં સૌથી ઝડપી વૃદ્ધિદર નોંધાવનારો દેશ હશે : એસએન્ડપી
- 2023-24માં ભારતનો વિકાસ દર 6.4 ટકા રહેવાની અપેક્ષા છે
એસએન્ડપી ગ્લોબલે મંગળવારે ઇશ્યૂ કરેલાં પૂર્વાનુમાન અનુસાર ભારત 2026માં અંદાજે સાત ટકાની જીડીપી વૃદ્ધિ સાથે 2030 સુધીમાં વિશ્વની ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. નોંધનીય છે કે ભારત હાલમાં અમેરિકા, ચીન, જર્મની અને જાપાન બાદ વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે. પોતાના ગ્લોબલ ક્રેડિટ આઉટલૂક 2024માં એસએન્ડપીએ જણાવ્યું હતું કે અમે ભારતને નાણાકીય વર્ષ 2026-27માં સાત ટકાનો જીડીપી વૃદ્ધિદર નોંધાવતું જોઈ રહ્યા છીએ...ભારત 2030 સુધીમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તૈયાર છે. અને અમને આશા છે કે ભારત આગામી ત્રણ વર્ષમાં સૌથી ઝડપી વૃદ્ધિદર નોંધાવનારો દેશ હશે.
એસએન્ડપીએ જણાવ્યું હતું કે 2023-24માં ભારતનો વિકાસ દર 6.4 ટકા રહેવાની અપેક્ષા છે અને 2024-25માં આ દેશનો વિકાસ દર પણ 6.4 ટકા રહેવાની શક્યતા છે. તે પછીના વર્ષે 6.9 ટકા અને 2026-27માં સાત ટકાનો વૃદ્ધિદર નોંધાવે તેવી શક્યતા છે.










