• 2025 સુધીમાં કંપની ભારતમાં કામ શરૂ કરશે
  • iPhone પ્રોડક્શનનો 25 ટકા ભાગ ભારતમાં ટ્રાન્સફર કરશે
  • હાલમાં કંપની ચીન પર નિર્ભર હોવાથી પડશે તેને ફટકો
એક રિપોર્ટ અનુસાર એપલ પોતાના મેન્યુફેક્ચરિંગ બેસમાં વિવિધતા લાવવા માટે 2025 સુધીમાં આઈફોન પ્રોડક્શનનો 25 ટકા ભાગ ભારતમાં ટ્રાન્સફર કરવાની યોજના બનાવી રહી છે. હાલમાં કંપની આ કામ માટે ચીન પર નિર્ભર છે.

Apple કંપનીનો આવો છે પ્લાન
ભારત હવે દુનિયાનું સૌથી મોટું આઈફોન મેકર બનવાના રસ્તે ચાલી રહ્યું છે. અમેરિકી સ્માર્ટફોન કંપની એપલ ચીનની બહાર પ્રોડક્શન યૂનિટમાં વિવિધતા લાવવાનો વિચાર કરી રહી છે. ઉદ્યોગ જગતના સૂત્રોના આધારે સ્થાનિક રીતે આઈફોનના નિર્માણમાં ભારતની ભાગીદારી સૌથી વધારે હોવાની શક્યતા છે. સરકારની 41000 કરોડ રૂપિયાની ઉત્પાદન સાથેની PLI Schemeનો લાભ ફોક્સકોન, પેગાટ્રોન અને વિસ્ટ્રોનને મળી રહ્યો છે. તેના કારણે ભારતમાં આઈફોનનું મેન્યુફેક્ટરિંગ ઝડપથી વધશે તે નક્કી છે.

આ કારણે કંપની મેન્યુફેક્ચરિંગને કરશે શિફ્ટ
ચીન અને અમેરિકાની જિયો પોલિટિકલ ટેન્શનની વચ્ચે એપલ ધીરે ધીરે આઈફોન નિર્માણના એક મોટા પાર્ટને ભારતમાં ટ્રાન્સફર કરી રહ્યું છે. જાણકારોના અનુસાર ચીનમાં કોરોના લોકડાઉનના કારણે પ્રોડક્શનમાં તકલીફ આવી છે. તેના કારણે કંપનીના મેન્યુફેક્ચરિંગને શિફ્ટ કરવાની યોજનાને ઝડપી બનાવી છે.

150 ટકાનો થશે વધારો
ઝેંગ્ઝો, ચીનમાં ફોક્સકોનનો પ્લાન્ટ દુનિયામાં આઈફોનને માટે સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ યૂનિટ છે. ગયા મહિને એપલ વિશ્લેષક મિંગ - ચી કુઓએ એક ટ્વિટમા કહ્યું હતું કે ફોક્સકોન ભારત પ્લાન્ટની કેપેસિટીનો વિસ્તાર કરશે. તેના કારણે ભારતમાં ફોક્સકોન દ્વારા બનાવવામાં આવેલા iPhones 2023માં ઓછામાં ઓછા 150 ટકાના વધારા સાથે વધશે. થોડા વર્ષોમાં ભારતથી 40-45 ટકા iPhonesને શિપ કરવાનું પ્લાનિંગ છે.

મેન્યુફેક્ચરિંગ બેઝમાં વિવિધતા લાવવાનો પ્લાન
એક રિપોર્ટના અનુસાર એપલે પોતાના મેન્યુફેક્ચરિંગ બેઝમાં વિવિધતા લાવવા માટે 2025 સુધી પોતાના આઈફોન પ્રોડક્શનને 25 ટકા ભારતમાં ટ્રાન્સફર કરવાની યોજના બનાવી છે. જે હાલમાં ચીન પર વધુ નિર્ભર છે. ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિયેશનના અધ્યક્ષ પંકજ મહેન્દ્રૂએ કહ્યું કે એપલ ફક્ત જિયો પોલિટિકલના કારણે નહીં પણ ભારત સરકારની પીએલઆઈ સ્કીમ પણ મોટું કારણ છે.

સતત ઘટી રહ્યું છે ચીનમાં પ્રોડક્શન
એપલે સપ્ટેમ્બર 2022માં પોતાના નાણાંકીય વર્ષમાં 205 બિલિયન ડોલરના સ્માર્ટફોનનું પ્રોડક્શન કર્યું હતું. કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના અનુસાર મેન લેન્ડ ચીનનું યોગદાન 2022માં ગ્લોબલ શિપમેન્ટના લગભગ 91.2-93.5 ટકા, 2021માં 95.8 ટકા અને 2020માં 98.2 ટકાથી પણ ઘટી રહ્યું છે. આઈફોનના માટે ચીન અમેરિકા બાદ અન્ય મોટું બજાર બન્યું છે.

ભારતમાં બની રહ્યા છે આઈફોનના આ મોડલ
હાલના સમયમાં એપલ ભારતમાં iPhone SE, iPhone 12, iPhone 13 અને iPhone 14ના બેઝિક મોડલ બનાવી રહ્યું છે. દેશમાં વેચાતા તમામ પ્રો મોડલ ઈમ્પોર્ટેડ હોય છે. આઈડીસી ઈન્ડિયાના એસોસિયેટ વાઈસ પ્રેસિડન્ટ નવકેંદર સિંહે કહ્યું કે હવે આ વાતની સંભાવના વધારે છે કે એપલ ભારતમાં પ્રો મોડલને એસેમ્બલ કરવાનું શરૂ કરશે. તેમાંથી 85 ટકા હાલમાં ચીનમાં બનવા જઈ રહ્યા છે. એપલ એવું નથી કરી રહ્યું તેનું કારણ એ હતું કે છેલ્લા આઈફોન રેન્જમાં પ્રો મોડલ માટે સ્થાનિક સ્તરે પણ વધારે માંગ હતી નહીં.  
  • Follow us on: