- વિશ્વમાં કૅન્સર ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે
- જમ્મુ તાવી અને અમદાવાદ વચ્ચે દોડતી કૅન્સર એક્સપ્રેસ દર્દીઓની સારવાર કરે છે
- પંજાબના માળવા વિસ્તારને કૅન્સર બેલ્ટ તરીકે ઓળખવામાં આવે છે
વિશ્વમાં કૅન્સર ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ દરમિયાન પંજાબમાં સૌથી વધુ કૅન્સરના દર્દીઓ સારવાર માટે રેલવે ટ્રેનથી રાજસ્થાનના બિકાનેર જતા હોય છે. આ ટ્રેનનું નામ જમ્મુ-અમદાવાદ એક્સપ્રેસ છે. આ ટ્રેન જમ્મુ તાવી અને અમદાવાદ વચ્ચે ચાલે છે. પરંતુ આ ટ્રેન પોતાના વાસ્તવિક નામથી ઓછું અને કૅન્સર એક્સપ્રેસના નામથી વધુ જાણીતું છે.
પંજાબના માળવા વિસ્તારને કૅન્સર બેલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ખરાબ પાણીના કારણે અહીં હજારો લોકો કૅન્સરનો ભોગ બની રહ્યા છે. આવી સ્થિતિમાં દરરોજ મોટી સંખ્યામાં લોકોને સારવાર માટે રાજસ્થાન, ચંદીગઢ અને દિલ્હી જવાની ફરજ પડી રહી છે. અહીંના મોટાભાગના લોકો સારવાર માટે રાજસ્થાનના બિકાનેર જાય છે. જે ટ્રેનમાં આ લોકો મુસાફરી કરે છે. તેનું અસલી નામ જમ્મુ તાવી-અમદાવાદ એક્સપ્રેસ છે. પરંતુ આ ટ્રેન "કૅન્સર એક્સપ્રેસ" ના નામથી પ્રખ્યાત છે. લોકો આ ટ્રેન વિશે તેના અસલી નામથી બહુ ઓછા જાણે છે. આ ટ્રેન જમ્મુ તાવી અને અમદાવાદ વચ્ચે દોડે છે.
પંજાબના માળવામાં સારી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે ઘણી મોટી આરોગ્ય સંસ્થાઓ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ સ્થિતિ એવી છે કે જાહેરાતો છતાં અનેક પ્રોજેક્ટ સરકારી ફાઈલોમાં ધૂળ ખાઈ રહ્યા છે. સારી હોસ્પિટલોના અભાવને કારણે, અહીંના લોકો સામાન્ય રીતે સારવાર માટે રાજસ્થાનના બિકાનેર તરફ વળે છે. ત્યાર બાદ આ રૂટ પર દોડતી ટ્રેનો હંમેશા ભીડથી ભરેલી રહે છે.
કૅન્સર એક્સપ્રેસ પંજાબમાં દોડે છે
કૅન્સરના દર્દીઓ માટે અમૃત સમાન આ કૅન્સર એક્સપ્રેસ જમ્મુતાવી-અમદાવાદ એક્સપ્રેસ દરરોજ જમ્મુથી ચાલી રાત્રે નવ વાગ્યે પંજાબના બઠિંડા પહોંચે છે. આ વિસ્તાર પંજાબના માળવા ક્ષેત્રમાં આવે છે. આ ટ્રેન બઠિંડામાં માત્ર પાંચ મિનિટ રોકાય છે. ત્યારબાદ તેમાં સૌથી વધુ કૅન્સરના દર્દીઓ સવાર થતા હોય છે. કૅન્સરના દર્દીઓની આ ટ્રેન ઠાંસોઠાંસ ભરાયેલી હોય છે. કૅન્સર દર્દીઓ વધી હોવાથી લોકો આનું ખરું નામ ભૂલી ગયા છે. આને કૅન્સરના નામથી વધુ ઓળખે છે. સેંકડો કૅન્સર દર્દીઓ પોતાની પીડા લઈ આ ટ્રેનમાં પ્રવાસ કરે છે. તેઓ આ ટ્રેનમાં બિકાનેરની આચાર્ય તુલસી કૅન્સર હોસ્પિટલ અને સંશોધન કેન્દ્રમાં પહોંચે છે. આ ટ્રેનમાં 70 ટકા દર્દીઓ કૅન્સર પીડિત હોય છે. સીટ ન મળતા તેઓ નીચે જ લોકો પ્રવાસ કરતા નજરે પડે છે.
હોસ્પિટલમાં કૅન્સર દર્દીઓનો પાસ બને છે
મળતી માહિતી અનુસાર, પંજાબથી આવતા દર્દીઓને જોતા ભારતીય રેલ તંત્ર રાજ્ય સરકારના નિર્દેશ પ્રમાણે મોટી મદદ પૂરી પાડતી હોય છે. જોધપુર-બઠિંડા ટ્રેનમાં પ્રવાસ કરતા કૅન્સર પીડિતને ફ્રીમાં એક અડેન્ડેટ આપવામાં આવે છે. તેઓને 25 ટકા ભાડું લાગે છે. એટલું જ નહિ દર્દીઓને સમસ્યા ન થાય તે માટે આચાર્ય તુલસી કૅન્સર હોસ્પિટલથી દર્દીઓને પાસ બનાવીને આપવામાં આવે છે.
માળવામાં એઈમ્સની જરૂર
પંજાબમાં ત્રીસ હજાર કરતાં વધુ કૅન્સરના દર્દીઓ છે. જેમાં સૌથી વધુ માળવાના લોકો છે. બઠિંડાથી બિકાનેર જતી ટ્રેનને કૅન્સર એક્સપ્રેસ એવા નામથી બોલાવવામાં આવે છે. દરરોજ સેંકડો લોકો કૅન્સરની સારવાર માટે દિલ્હી, રાજસ્થાન અને ચંડીગઢ જતા હોય છે. હવે રાજસ્થાન સરકારે પંજાબથી બિકાનેર આવતા કૅન્સરના દર્દીઓ માટે કેટલીક કડકાઈ વર્તવાની શરૂ કરી છે. જે કૅન્સર દર્દીઓની પાસે રાજસ્થાનનું આધાર કાર્ડ નહીં હોય તેને સંપૂર્ણ સુવિધા પૂરી પાડવામાં નથી આવી. જે લોકોએ અગાઉથી અહીં સારવાર કરાવી રહ્યા છે તેવા લોકોને સુવિધાઓ મળી રહે છે.