દેશની દિગ્ગજ એરલાઈન્સ કંપની ઈન્ડિગોએ વધુ એક મોટી ડિલ કરી છે. ઈન્ડિગો એરલાઈન્સને ફરી એક વખત વિમાન ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. ઈન્ડિગોએ રવિવારે એરબસની સાથે વધુ 30 વાઈટ બોડી A350 વિમાનો બનાવવા માટે ઓર્ડર આપવાની જાહેરાત કરી છે. કંપનીએ આ પહેલા પણ 30 આવા વિમાન ખરીદવા માટેનો ઓર્ડર આપેલો છે. એટલે કે હવે ઈન્ડિગો કૂલ 60 વિમાન નવા ખરીદશે.



ઈન્ડિગોએ 30 વિમાનનો ઓર્ડર આપ્યો: CEO પીટર અલ્બર્સ

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જ એરલાઈન્સે નવા 30 A350 વિમાન માટે ઓર્ડર આપ્યો હતો અને હવે ફરી એક વખત આવા જ 30 વિમાનનો ઓર્ડર બીજી વખત આપ્યો છે. જેની જાણકારી કંપનીના સીઈઓએ જાતે આપી છે. ઈન્ડિગોના સીઈઓ પીટર અલ્બર્સે કહ્યું કે 70 વિમાનના વિકલ્પમાંથી હવે તે 30 વિમાનનો ઓર્ડર આપી રહ્યા છે. એરલાઈનની પાસે 900થી વધુ વિમાનનો ઓર્ડર છે. જેને આગામી વર્ષોમાં ડિલિવર કરવામાં આવશે.

ઈન્ડિગો એર ઈન્ડિયાને આપશે સીધી ટક્કર?

આ સિવાય ઈન્ડિગોના સીઈઓએ કહ્યું કે ઈન્ડિગો નાણાકીય વર્ષ 2025-26માં 10 મુખ્ય આંતરરાષ્ટ્રીય શહેરો માટે નોનસ્ટોપ ફ્લાઈ્ટસ શરૂ કરવા જઈ રહી છે. જેમાં લંડન, એથન્સ, એમ્સ્ટરડેમ, માન્ચેસ્ટર, કોપેનહેગન, સિએમ રીપ અને મધ્ય એશિયાના 4 શહેર સામેલ છે. આ પગલાથી ઈન્ડિગોની એર ઈન્ડિયા સાથે સીધી હરીફાઈ થશે. જે હાલમાં લંડન જેવા શહેરો માટે નોનસ્ટોપ ફ્લાઈટનું સંચાલન કરે છે.


  • Follow us on: