- આ ગેમમાં ભારતીયતાની ઝલક પણ જોવા મળશે
- ઉપરાંત તેમાં એક આઇલેન્ડ અને ગેલેક્સીને પણ જોઇ શકાય છે
- આ ગેમ એક રીતે Mythwalker જેવી જ દેખાઇ રહી છે
ગત ગણતંત્ર દિવસના અવસરે પૂણેના Super Gamingએ પોતાની બેટલગ્રાઉન્ડ ગેમ Indusનું ટ્રેલર પ્રસ્તુત કર્યું હતું. Indus ગેમ માટે આઇઓએસ અને એન્ડ્રોઇડ પર રજિસ્ટ્રેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા પ્રમાણે આ ગેમમાં ભારતીયતાની ઝલક પણ જોવા મળશે. આ ગેમના ટ્રેલરમાં ગનપ્લે, લૂટ સિસ્ટમ અને કેટલાંક અદ્ભુત લૉકેશન પણ જોવા મળશે. ઉપરાંત તેમાં એક આઇલેન્ડ અને ગેલેક્સીને પણ જોઇ શકાય છે. આ ગેમ એક રીતે Mythwalker જેવી જ દેખાઇ રહી છે. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે, Indus એક મેડ ઇન ઇન્ડિયા રોયલ બેટલ ગ્રાઉન્ડ ગેમ છે. આ ગેમનો મુખ્ય ઉદ્દેશ કોસ્મિયમને એકત્ર કરવાનો છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, જે પ્લેયર જીવતો બચશે તેને જ આ કોસ્મિયમ મળશે. ટ્રેલરમાં સરતાજ નામે એક કેરેક્ટ છે જેના માથા પર તાજમહાલનો ગુંબજ છે. ત્યારબાદ એક બિગ ગજ પણ છે, ટ્રેલરના જણાવ્યા પ્રમાણે આ ગેમને પહેલાં એકલા રમવા માટે જ લૉન્ચ કરવામાં આવી છે, પરંતુ પાછળથી ટીમનો સપોર્ટ મળવાની પણ સંભાવનાઓ જણાઇ રહી છે. Indus માટે ગૂગલ પ્લેસ્ટોર પર રજિસ્ટ્રેશન થઇ રહ્યું છે. આ ગેમ ફ્રી છે.










