• જૂન મહિનામાં ટમાટર, ડુંગળી જેવી ખાવા-પીવાની ચીજોના ભાવમાં સતત વધારો થયો
  • એનએસઓએ જૂન મહિનાના મોંઘવારી આંકડા જાહેર કર્યા
  • વર્ષ-2024 જૂન મહિનામાં છૂટક મોંઘવારી દર ચાર મહિનાની ટોચ ઉપર

મોંઘવારીમાં સતત પીસાતી પ્રજા માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. ગત મહિને શાકભાજીઓ અને કઠોળના ભાવ વધતા મોંઘવારી દરમાં તેજી જોવા મળી હતી. જૂન મહિનામાં છૂટક મોંઘવારી દર ફરી એખવાર પાંચ ટકાના પાર પહોંચી ગયો છે. સરકારી આંકડાઓ પ્રમાણે જૂન-2024માં છૂટક મોંઘવારી દર 5.08 ટકા રહ્યો જે મે માસમાં 4.80 ટકા હતો. દર મહિને ખાદ્ય મોઁઘવારી દરમાં વધારો જોવા મળી રહ્યો છે. આવામાં મોંઘવારી દર જૂનમાં ચાર ટકાની ઉચ્ચ સપાટીએ નોંઘાયો છે.

મોંઘવારી સતત વધી

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસે જૂન મહિના માટે છૂટક ફુગાવાના દરના આંકડા જાહેર કર્યા છે. માહિતી અનુસાર, ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે છૂટક મોંઘવારી દર 5.08 ટકા રહ્યો છે જે મે મહિનામાં 4.75 ટકા હતો, જે હવે સુધારીને 4.80 ટકા કરવામાં આવ્યો છે. એક વર્ષ પહેલા જૂન 2023માં રિટેલ ફુગાવાનો દર 4.87 ટકા હતો.  

મોંઘવારી માટે મહત્ત્વના કારણો

દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે જેના કારણે શાકભાજી મોંઘા થયા છે. શાકભાજીનો મોંઘવારી દર જૂનમાં 29.32 ટકા હતો જે મે મહિનામાં 27.33 ટકા હતો. કઠોળનો મોંઘવારી દર જૂનમાં 16.07 ટકા હતો જે મે મહિનામાં 17.14 ટકા હતો. જૂનમાં કઠોળના મોંઘવારી દરમાં થોડો ઘટાડો થયો છે.  

RBI રિટેલ ફુગાવાના દરને કાબૂ કરશે

સરકારે રિટેલ મોંઘવારી દરને નિયંત્રિત કરવાની જવાબદારી સેન્ટ્રલ બેંકને આપી છે. સરકારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને એ નક્કી કરવાનું કામ સોંપ્યું છે કે CPI ફુગાવો બંને બાજુ 2 ટકાના માર્જિન સાથે 4 ટકા પર રહે. પરંતુ છૂટક ફુગાવો ફરી પાંચ ટકાની ઉપર પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં આરબીઆઈ દ્વારા પોલિસી રેટમાં ઘટાડાની શક્યતા પર પણ રોક લગાવવામાં આવી છે.  


  • Follow us on: