- વરસાદની અછતને લીધે મોંઘવારી વધી શકે છે
- ગત વર્ષે આ મહિનામાં શહેરી મોંઘવારી 7.2 ટકા વધી હતી
- પાંચ મહિનાના નીચલા તળિયે પહોંચી મોંઘવારી
જે આંકડાઓની વાટ સરકાર અને આરબીઆઈ ઘણા સમયથી કરી રહી હતી તે આવી ગયા છે. છૂટક મોંઘવારીના આંકડાઓમાં રેકોર્ડ ઘટાડો જોવા મળ્યો છે. સરકાર દ્વારા સોમવારે જાહેર કરાયેલા છૂટક મોંઘવારી દરના જુલાઈની વાર્ષિક સ્તરે વાત કરીએ તો ઘટીને 3.54 ટકા થઈ છે. આ આંકડાઓથી સામાન્ય જનતાને ઘણી રાહત મળશે. ઓગસ્ટ-2019 પછી આશરે પાંચ વર્ષ પછી પ્રથમવાર મોંઘાવરી દર આરબીઆઈના ચાર ટકાના મધ્ય અવધિના ટાર્ગેટથી નીચે આવ્યો છે.
પાંચ મહિનાના નીચલા સ્તરે મોંઘવારી આવી
જૂન મહિનામાં મોંઘવારી દર પાંચ મહિનામાં પહેલીવાર વધારો જોવા મળી હતી. જેનું મુખ્ય કારણ ખાદ્ય કિંમતોમાં વધારો હતો. જેથી મોંઘવારી દર 5.08 ટકા વધી ગઈ હતી. જુલાઈ-2023માં છૂટક મોંઘવારી દર 7.44 ટકા હતી. જે એ સમયે 15 મહિનાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગઈ હતી. આની પહેલા 36 અર્થશાસ્ત્રીઓના પોલમાં અનુમાન લગાવ્યું હતું કે મોંઘવારી દર ઘટીને 3.65 ટકા થઈ જશે.
રિટેલ ફુગાવો ભારતીય રિઝર્વ બેંક (RBI)ના 2-6 ટકાના સહનશીલતા સ્તરે છે. જો કે, તાજેતરના વર્ષોમાં દેશનો ફુગાવો 4 ટકાના સરેરાશ સ્તરે કાયમી ધોરણે જોવા મળ્યો નથી. જે RBI માટે વ્યાજ દરમાં ઘટાડો કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ગ્રામીણ ફુગાવાની વાત કરીએ તો જુલાઈમાં તે ઘટીને 4.10 ટકા થઈ ગઈ હતી, જે જૂનમાં 5.66 ટકા અને જુલાઈ 2023માં 7.63 ટકા હતી. શહેરી ફુગાવો પણ જૂનમાં 4.39 ટકાથી ઘટીને જુલાઈમાં 2.98 ટકા થયો છે. ગયા વર્ષના સમાન મહિનામાં શહેરી ફુગાવો 7.2 ટકા વધ્યો હતો.
છૂટક મોંઘવારી ભારતીય રિઝર્વ બેંકની 2-6 ટકા ટોલરન્સ સ્તર પર છે. આમ તો તાજેતરના વર્ષોમાં દેશની મોંઘવારી સ્થાઈ રીતે ચાર ટકાના સરેરાશ સ્તરે જોવા નથી મળી. જે આબીઆઈ માટે વ્યાજ દરોમાં કાપ કરવા માટે ખૂબ મહત્ત્વના છે.
ભારતમાં ખાદ્ય મોંઘવારીમાં ઘટાડો
મોંઘવારીમાં આશરે 50 ટકા યોગદાન ફૂડ ઉત્પાદનોનું હોય છે. આવી ખાદ્ય મોંઘવારીની વાત કરીએ તો જુલાઈમાં ઘીમી પડીને 5.42 ટકા થઈ ગઈ, જ્યારે જૂનમાં 9.36 ટકા અને જુલાઈ-2023માં 11.51 ટકા હતી. જુલાઈમાં શાકભાજીઓનો મોંઘવારી દર 6.83 ટકા રહી, જે જૂનમાં 29.32 ટકા હતી. અનાજ અને કઠોળની મોંઘવારી પર વાત કરીએ તો દેશમાં મુખ્ય આહોરનો એક મોટો ભાગ છે. ભાવ જોવા જઈએ તો 8.14 ટકા અને 14.77 ટકા વધ્યા. જુલાઈમાં ઈંધણ અને વીજળીના ભાવમાં 5.48 ટકા ઘટાડો આવ્યો હતો. જ્યારે જૂન મહિનામાં આમાં 3.66 ટકાનો ઘટાડો નોંધાયો હતો.