• જુલાઈ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટી 2.04 ટકા આવ્યો
  • આ અગાઉ 12 ઓગસ્ટે છૂટક મોંઘવારી દર 3.54 ટકા આવ્યો હતો
  • જૂન મહિનામાં મોંઘવારી દર વધીને 3.36 ટકાએ પહોંચ્યો હતો


મોંઘવારીના મોરચે સરકાર અને આરબીઆઈ માટે સારી ખબર આવી છે. જુલાઈ મહિનામાં જથ્થાબંધ મોંઘવારીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે અનુસાર ગત મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 2.04 ટકા રહ્યો છે. જે આરબીઆઈ અને સરકાર માટે રાહતનો શ્વાસ લેનારું કારણ બન્યું છે. આની પહેલા મહિનો જૂનમાં જથ્થાબંધ ફુગાવાનો દર 3.36 ટકા રહ્યો હતો. આ 16 મહિનાના ઉંચા સ્તરે રહ્યો હતો. 

 

અનુમાન કરતાં જથ્થબંધ મોંઘવારી દર ઓછો રહ્યો

મળતી માહિતી અનુસાર જુલાઈ મહિનામાં ભારતનો જથ્થાબંધ ફુગાવાનો દર 2.39 ટકા પર રહી શકે છે એવું અનુમાન હતું. અસલી આંકડા તો આનાથી નીચે આવ્યા છે. આની અસર રિઝર્વ બેંકની આગામી પોલિસીના નિર્ણયોમાં કદાચ જોવા મળી શકે છે અને આરબીઆઈ પોતાના વ્યાજ દર ઘટાડવા અંગે વિચારી શકે છે. મોંઘવાકરી કાબૂ કરવા સરકાર માટે ઘણા સમયથી પડકાર બની ગયો હતો. 

અહીં મોંઘવારી વધી ગઈ

પ્રાયમરી આર્ટીકલ્સની મોંઘવારી દર જુલાઈમાં ઘટીને 3.08 ટકા પર આવી ગઈ છે, જે જૂનમાં 8.80 ટકા પર હતો. ફ્યૂઅલ એન્ડ પાવર સેગમેન્ટની મોંઘવારી દરમાં વધારો જોવા મળ્યો છે અને આ 1.72 ટકા પર આવ્યો છે. જૂનમાં 1.03 ટકા પર રહ્યો હતો. મેન્ચુફેકચર્ડ પ્રોડક્ટ સેગમેન્ટની મોંઘવારી દરમાં પણ તેજી આવી છે. જુલાઈમાં ઉદ્યોગોના ઉત્પાદનોની જથ્થાબંધ મોંઘવારી દર 1.58 ટકા રહ્યો છે.ય જે જૂનમાં 1.43 ટકા હતો.

સોમવારે 12 ઓગસ્ટે જાહેર આંકડાઓમાં છૂટક ફુગાવો 3.54 ટકા પર હતો. આ પાંચ વર્ષના નીચલા સ્તરે રહ્યો છે. પ્રથમ રાહત તો આરબીઆઈને આનાથી મળી કારણ કે, મોંઘવારી દરના બેસ આંકડામાં સીપીઆઈ ઈંફલેશન અથવા છૂટક મોંઘવારી દરનો વજન જથ્થાબંધ મોંઘવારી દરથી વધુ રહે છે. રિઝર્વ બેંકના ગવર્નરે પોતાની તાજા ક્રેડિટ પોલીસમાં પણ જણાવ્યું હતું કે, આરબીઆના નક્કી મોંઘવારી લક્ષ્ય ચાર ટકા માટે મુખ્ય રૂતે આ વર્ષના બાકી મહિનાના આંકડા પર નજર રાખવી જરૂરી છે.

  • Follow us on: