ઓટો સેકટરની દિગ્ગજ કંપની હ્યુન્ડાઈનું ભારતીય યુનિટ હ્યુન્ડાઈ મોટર્સ ઈન્ડિયા દેશનો સૌથી મોટો આઈપીઓ લાવી રહી છે. ઓટો કંપનીએ સેબીની પાસે ડ્રાફટ પેપર જમા કરાવ્યા હતા અને હવે આને માર્કેટ રેગ્યુલેટરની મંજૂરી મળી ગઈ છે. કંપનીનો પ્લાન આઈપીઓ વડે ભારતીય શેરબજારથી ત્રણ અબજ ડોલરના બરાબર રકમ મેળવવાનો છે. આ અગાઉ દેશનો સૌથી મોટી આઈપીઓ લાવવાનો તાજ એલઆઈસીની પાસે હતો. 

 બે દાયદા પછી ઓટોમેકર કંપનીનો આઈપીઓ
પેસેન્જર વ્હીકલ સેલ્સ વોલ્યુમના આધેર હ્યુન્ડાઈ મોટર્સ ઈન્ડિયા કંપની નાણાકીય વર્ષ-2024માં મારુતિ સુઝૂકી પછી દેશની સૌથી મોટી કંપની છે. મારુતિ સુઝૂકીનું માર્કેટ કેપ 48 અબજ ડોલરની નજીક છે. મારુતિ સુઝૂકીના આઈપીઓ વર્ષ-2023માં આવ્યો હતો. આવામાં 20 વર્ષ પછી ભારતમાં કોઈ ઓટો મેકર કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે અને આની સાઈઝ માર્કેટ કેપ અત્યાર સુધી રજૂ કરાયેલ સૌથી મોટા આઈપીઓ કરતાં પણ વધુ છે. જ્યારે આઈપીઓથી હ્યુંડાઈ મોટર ઈન્ડિયા 18થી 20 અબજ ડોલરની વચ્ચે વેલ્યુએશન મેળવવાના ટાર્ગેટને લઈ ચાલી રહી છે.

કંપની 17.5 ટકા હિસ્સો વેચી શકે છે
અમેરિકા અને સાઉથ કોરિયા પછી હ્યુન્ડાઈ દેશમાં સૌથી વધુ રેવન્યૂ જનરેટ કરે છે. આઈપીઓ લાવીને આ કંપની મૂડીને વધારશે. ઉપરાંત માર્કેચમાં તેજીથી પોતાની ક્ષમતાનું વિસ્તરણ કરી શકે છે. મળતી માહિતી અનુસાર, કોરિયન કંપની હ્યુંડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડમાં પોતાની 17.5 ટકા ભાગીદારી વેચી શકે છે. હ્યુંડાઈ જાહેર માર્કેટમાં એન્ટ્રીને સરળ બનાવવા અને આને સફળ બનાવવા માટે કોટક મહિન્દ્રા, મોર્ગન સ્ટેન્લી, જેપી મોર્ગન જેવા રોકાણ બેંકોને સામેલ કર્યા છે. સેબીની અપ્રૂવલ પછી હવે જલ્દી કંપની હ્યુંડાઈ આઈપીઓના પ્રાઈસ બેંડ અને બીજી વિગત શેર કરી શકે છે.

અત્યાર સુધીનો રેકોર્ડ LICના નામે છે
ભારતીય આઈપીઓ માર્કેટના ઈતિહાસમાં સૌથી મોટો ઈશ્યુ લાવવાનો રેકોર્ડ એલઆઈસીના નામે છે. એલઆઈસીએ વર્ષ-2022માં 2.7 બિલિયન ડોલર એકઠા કરવા માટે આઈપીઓ લોન્ચ કર્યો હતો. પરંતુ આ રેકોર્ડ હવે તૂટવાની નજીક છે. કારણ કે ઓટોમોબાઈલ ક્ષેત્રની દિગ્ગજ કંપની હ્યુન્ડાઈ મોટર્સ આઈપીઓ લઈને આવી રહી છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ તેને લીલી ઝંડી આપી દીધી છે, જેના પછી ટૂંક સમયમાં હ્યુંડાઈ આઈપીઓ લોન્ચ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે અને તે આવતા મહિને ઑક્ટોબર-2024માં ખુલે તેવી અપેક્ષા છે.
  • Follow us on: