• ગુજરાતનો પ્રવાસ કરવા માગતા હોવ તો  'ગરવી ગુજરાત' ટુર પેકેજનું વિશેષ આયોજન
  •  સવારના નાસ્તાથી લઈ રાત્રીનું ડિનર સુધીની સુવિધા મળશે
  • આ પેકેજ રૂપિયા 52,710 એક વ્યકિતનું ભાડું થશે


આ વરસાદની સિઝનમાં જો તમે પણ ગુજરાતનો પ્રવાસ કરવા માગતા હોવ તો આ ખબર તમારા માટે જ છે. આજે અમે તમને IRCTCના એક એવા ટુર પેકજ વિશે જણાવીશું કે જેની મદદથી તમે ગુજરાતની યાત્રા કરી શકશો. તમારા પોતાના મિત્રો અથવા પરિવારના લોકોની સાથે ગુજરાતનો આ ટુર કરી શકો છો. IRCTCના આ ટુર પેકેજનું નામ 'ગરવી ગુજરાત' છે.

જો તમને ગુજરાત ફરવાનું મન હોય તો આ પેકેજ તમારા માટે ઉત્તમ સાબિત થશે. IRCTCનો આ ટુર 10 દિવસ, 9 રાત્રીનો છે. આ તમામ 10 દિવસમાં તમને ઘર જેવી સુવિધા મળશે. આ પેકેજની અંદર તમારે સવારના નાસ્તાથી લઈ રાત્રીનું ડિનર સુધીની સુવિધા મળશે. એટલું જ નહિ તમારા રોકાણની વ્યવસ્થા પણ આ પેકેજમાં સામેલ છે. 

ભારત ગૌરવ ટુરિસ્ટ ટ્રેન

ભારત ગૌરવ ટુરિસ્ટ ટ્રેન (Bharat Gaurav Deluxe AC Tourist Train) દિલ્હીના સફદરગંજ રેલવે સ્ટેશનથી શરૂ થશે, જે ગુડગાંવ, રેવાડી થતી અમદાવાદ, સાબરમતી, મોઢેરા, પાટણ, પાવાગઢ, વડોદરા, સ્ટેચ્યૂ ઑફ યુનિટી, સોમનાથ મંદિર, નાગેશ્વર જ્યોર્તિલિંગ, દ્વારકાના દર્શન પણ આ પેકેજમાં સામેલ છે.

 

આ સુવિધાઓ મળશે

આ ટ્રેનમાં કિચનથી લઈને બાથરૂમની તમામ પ્રકારની સુવિધાઓ તમને મળી રહેશે. એટલું જ નહિ સેંસર પણ લગાવેલા છે. આ ટ્રેનમાં તમને ઘણા સ્થળે સીસીટીવી કેમેરા પણ નજરે પડશે. ગરવી ગુજરાત યાત્રાની શરૂઆત પહેલી ઑક્ટોબર 2024થી થશે. જે 10 દિવસની ફરિયાદ પછી સમાપ્ત થશે.

પેકેજની કિંમત જાણો

આ પેકેજની કિંમતની વાત કરીએ તો રૂપિયા 52,710 એક વ્યકિતનું ભાડું થશે. જેમાં તમને ઘણી સવલતો મળશે. તમને આ પેકેજની સાથે યાત્રા કરવા માગતા હોવ તો જેટલું જલ્દી થઈ શકે બુકિંગ કરાવી શકો છો. કારણ કે, આમાં લિમિટેડ બેઠકો હોય છે.

બુકિંગ આ રીતે કરો

બુકિંગ કરવા માટે તમારે 8595 931 047, 82879 30484 અથવા પછી 88828 26357 આ નંબર પર કોલ અથવા મેસેજ કરી શકો છો. આ ઉપરાંત તમે IRCTC ભારત ગૌરવની સત્તાવાર વેબસાઈટ ઉપર જઈને બુકિંગ કરી શકો છો.

  • Follow us on: