•  ઉત્તર-પૂર્વની સુંદરતા જોવા RCTCની ટૂર પેકેજ બુક કરાવી શકો છો
  • તમારા સમય પ્રમાણે, બજેટને અનુકૂળ ટૂર બજેટ મળી જશે
  • તમે શિલોન્ગ, કાઝિરંગા સહિતના સ્થળો પર ફરવા જઈ શકો છો


જો તમે ઉત્તર-પૂર્વની સુંદરતા જોવા અને ફરવાનુ મન બનાવી રહ્યા હોવ તો IRCTCની ટૂર પેકેજ બુક કરાવી શકો છો. આ પેકેજને બુક કર્યા પછી તમારે રહેવા અને જમવાની કોઈ ચિંતા નહીં રહે. તો ચાલો જાણી લો વિગત.

ઉત્તર-પૂર્વ ભારતના સુંદર સ્થળોમાંનું એક છે. આને સેવન સિસ્ટર્સ પણ કહેવામાં આવે છે. અહીં પર્વત, નદીઓ ઉપરાંત લાખો પર્યટકો દર વર્ષે આવતા હોય છે. જો તમે પણ ઘણા દિવસે પછી અહીં આવવાનું પ્લાન કરતા હોવ અને બજેટને લીધે તમે અત્યાર સુધી નથી જઈ શક્યા હોવ તો તમારી માટે ગુડ ન્યૂઝ. IRCTCએ હવે નોર્થ-ઈસ્ટ ફરવા ટૂર પેકેજ લોંચ કર્યું છે. આ પેકેજમાં તમે શિલોન્ગ, કાઝિરંગા સહિતના સ્થળો પર તમને ફરવાનો મોકો મળશે. 


પેકેજ બુક કરવા માટે કેટલો ખર્ચ થશે?

આ પેકેજ 11 ઓક્ટોબરથી શરૂ થશે. જો તમે સિંગલ ઓક્યુપન્સી માટે ટિકિટ બુક કરો છો, તો તેનો ખર્ચ 36,450 રૂપિયા થશે. ડબલ ઓક્યુપન્સી માટે રૂપિયા 28,670, ટ્રિપલ ઓક્યુપન્સી માટે રૂ. 26,850નો ખર્ચ થશે. જો આ ટ્રિપમાં 5 વર્ષથી 11 વર્ષનું બાળક તમારી સાથે જાય છે, તો તમારે તેના માટે 23,680 રૂપિયાની અલગ ટિકિટ બુક કરાવવી પડશે. તે જ સમયે, જો તમારું બાળક 2 વર્ષથી 4 વર્ષની વચ્ચે છે, તો તમારે 17,440 રૂપિયાનો ખર્ચ થશે.


રદ્દ કરવાની પોલિસી જાણો

જો તમે ટ્રિપ શરૂ થયાના 15 દિવસ અગાઉ ટિકિટ કેન્સલ કરાવશો તો તમારે આ પેકેજનો ખર્ચ 250 રૂપિયા કાપીને કરી દેવાશે. જ્યારે આઠથી 14 દિવસ પહેલા રદ્દ કરાવશો તો 25 ટકા ચારથી સાત દિવસ પહેલા રદ્દ કરાવશો તો 50 ટકા અને જો ચાર દિવસ પહેલા ટિકિટ રદ્દ કરાવશો તે તમને ટિકિટનો એક રૂપિયો પણ નહિ મળે.

  • Follow us on: