• રક્ષાબંધનના તહેવારને ળઈ ટ્રેન ટિકિટોની માગમાં વધારો થયો
  • વધતી માંગ પૂર્ણ કરવા પશ્ચિમ રેલવે 12 સ્પેશિયલ ટ્રેનોના ફેરા વધારવાની જાહેરાત કરી
  • વેબસાઈટ અને અન્ય રીતે પણ ટિકિટ બુક કરાવી શકો છો


ભાઈ-બહેનના હેતના બંધન સમાન રક્ષાબંધનનો તહેવાર નજીક આવતાની સાથે જ ટ્રેન ટિકિટોની માંગ વધી ગઈ છે. મોટાભાગની અનામત સીટ પહેલાથી બુક થઈ ગઈ છે. પરંતુ રેલવે વધુ પ્રવાસીઓને સુવિધા આપવા માટે પગલાં લઈ રહ્યું છે. આમ વધતી માંગને પૂર્ણ કરવા માટે પશ્ચિમ રેલવેએ છ જોડી એટલે કે, 12 સ્પેશિયલ ટ્રેનોના ફેરા વધારવાની જાહેરાત કરી છે. છ જોડી સ્પેશિયલ ટ્રેનોની સેવાઓના વિસ્તરણનનું લિસ્ટ જુઓ.

આ રહી ટ્રેનોની યાદી


ક્રમટ્રેન નંબરટ્રેનલંબાવાઈ
102200 

 બાંદ્રા ટર્મિનસ-વીરાંગના લક્ષ્મીબાઈ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ

31 ઓગસ્ટ 2024
202199વીરાંગના લક્ષ્મીબાઈ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ29 ઓગસ્ટ 2024
304126બાંદ્રા ટર્મિનસ-સુબેદારગંજ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ27 ઓગસ્ટ 2024
4 04125 સુબેદારગંજ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ26 ઓગસ્ટ 2024
501920 અમદાવાદ-આગ્રા કેન્ટ ત્રિ-સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 1 સપ્ટેમ્બર 2024
601919આગ્રા કેન્ટ-અમદાવાદ ત્રિ-સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ31 ઓગસ્ટ 2024
701906અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 27 ઓગસ્ટ 2024
801905કાનપુર સેન્ટ્રલ-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 26 ઓગસ્ટ 2024
9 04166 અમદાવાદ-આગ્રા કેન્ટ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 29 ઓગસ્ટ 2024
10 04165આગ્રા કેન્ટ-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ28 ઓગસ્ટ 2024
1104168  અમદાવાદ-આગ્રા કેન્ટ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 26 ઓગસ્ટ 2024
1204167આગ્રા કેન્ટ-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ25ઓગસ્ટ 2024

 

આ રીતે ટિકિટ બુક કરો

પશ્ચિમ રેલવે તરફથી પ્રવાસીઓને કન્ફર્મ ટિકિટ પૂરી પાડવા માટે એક એપ લોંચ કરી શકો છો. આ એપનું નામ કન્ફર્મ ટિકિટ એપ છે. આ એપની મદદથી તત્કાળ ટિકિટ બુક કરી શકાય છે. આ એપની મહત્ત્વની વાત એ છે કે જુદીજુદી ટ્રેનોમાં રહેલી ટિકિટ અંગેની તપાસ કરવી નથી પડતી. એકસાથ સંબંધિત રૂટ પર ચાલતા તમામ ટ્રેનોમાં ઉપલબ્ધ તત્કાળ ટિકિટની વિગત અહીં મળી જશે. એપ સિવાય કન્ફર્મ ટિકિટ વેબસાઈટ (https://www.confirmtkt.com/)થી પણ બુક કરાવી શકાય છે.

 

પ્લેસ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો

કર્ન્ફમ ટિકિટ એપને ગૂગલના પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે. આ સર્વિસ હિંદુ, અંગ્રેજી સહિત બીજી ભાષામઓમાં છે. એપ ડાઉનલોડ કર્યા પછી મોબાઈલ નંબર અથવા પછી ઈ-મેઈલ આઈડીથી લોગિન કરવું પડશે. ત્યારબાદ ડેસ્ટિનેશનની જાણકારી અને ટ્રેવલ ડેટ સિલેક્ટ કરવું પડે છે. સર્ચ બટન ક્લિક કર્યા પછી તેને વિશેષ તારીખને એ રૂટ પર જેટલી ટ્રેનો ચાલે છે તેની સંપૂર્ણ જાણકારી તમારી સામે હશે. તમે જે દિવસે યાત્રા કરવા માગતા હોવ અથવા એ દિવસની કઈ ટ્રેનમાં કયા ક્લાસમાં સીટ ઉપલબ્ધ છે તેની સંપૂર્ણ દાણકારી તમારી સામે આવશે. અહીં તમે પોતાની જરૂરિયાચ પ્રમાણે ટિકિટ બુકિંગ કરી શકો છો.


  • Follow us on: