- જાન્યુઆરીથી જૂન સુધી આશરે 10 લાખ લોકો થાઈલેન્ડ યાત્રા કરી ચુક્યા છે
- થાઈલેન્ડમાં બૌદ્ધ મંદિરે, જંગલ સફારી, વાઈલ્ડ લાઈફ ફરવાનો લ્હાવો લઈ શકો છો
- IRCTC દ્વારા થાઈલેન્ડ ટુરમાં સુંદર સગવડો પણ ઓફર કરાઈ છે
આ સિઝનમાં ઘણા લોકો બહાર ફરવા જતા હોય છે. ઘણા લોકો ભારતના જ જુદાજુદા રાજ્યોમાં ફરતા હોય છે. ઘણા લોકો એવા પણ હોય છે જે આ સિઝનમાં વિદેશનો પ્રવાસ પણ કરતા હોય છે. દેશથી દર વર્ષે લાખોની સંખ્યામાં સહેલાણીઓ થાઈલેન્ડના પ્રવાસે જતા હોય છે. એક રિપોર્ટ પ્રમાણે જાન્યુઆરીથી લઈ જૂન સુધી વર્ષ-2024માં આશરે 10 લાખ ભારતીય થાઈલેન્ડનો પ્રવાસ કરી ચુકયા છે.
IRCTC થાઈલેન્ડ ટુરમાં આ સગવડ મળશે
IRCTC દ્વારા તમને થાઈલેન્ડ ફરવાની એક સુંદર તક આપવામાં આવી રહી છે. આઈઆરસીટીસીના આ ટુરનું નામ છે HAILAND DELIGHT EX COCHIN.થાઈલેન્ડમાં એક-એકથી ચઢિયાતા બુદ્ધ મંદિરો તમને જોવા મળી શકે છે. તમે શાનદાર વાઈલ્ડલાઈ ફરવાનો સુંદર આનંદ ઉઠાવી શકો છો. IRCTCનો આ ટુર પેકેજ ફલાઈટ ટુર પેકેજ છે. આમાં તમને બે રાત્રી પટાયામાં ફરવા મળસે તો બે રાત્રી બેંકોકમાં રહેવા મળશે.
તમારે બંને બાજુની એર બુકિંગ મળશે સાથે તમને ફોર સ્ટાર હોટલ મળશે. બ્રેક ફાસ્ટ લંચ અને ડિનર માટે તમારે ઈન્ડિયન રૅસ્ટોરન્ટમાં લઈ જવાશે. તમારે કોરલ આઈલેન્ડ, ફલોટિંગ માર્કેટ, સેન્ચ્યુરીનુ ટ્રૂથ, નોંગ નૂચ ટ્રોપિકલ ગાર્ડન એન્ડ બેંગકોક સિટીમાં તમામ બુદ્ધ મંદિરના દર્શન કરાવાશે. આ પેકેજનો કોડ નંબર છે SE012.
ટુર પર આટલો ખર્ચ આવશે
IRCTCના આ HAILAND DELIGHT EX COCHIN ટુર પેકેજને જો કોઈ એક વ્યકિત બુક કરવા માગે તો તેને 66250 રૂપિયા ચુકવવા પડશે. જો કોઈ બે વ્યકિત માટે ટુર બુક કરાવશે તો તેને 57550 રૂપિયા આપવા પડશે.
જો ત્રણ લોકો માટે આ ટુર પેકેજ બુક કરવામાં આવે છે તો તેની માટે દર વ્યકિત 57550 રૂપિયા જ આપવા પડશે. જો કોઈ સાથે બેથી 11 વર્ષનું બાળક જઈ રહ્યું છે તો વધુ તેની માટે બેડ જોઈએ તો આની માટે 53530 રૂપિયા આપવા પડશે. અને વગર પેડના 50410 રૂપિયા આપવા પડશે.
બુક કઈ રીતે કરશો ?
આઈઆરસીટીસીના સ્ટોલ પેકેડને બુક કરવા માટે તમારે સત્તાવાર રીતે વેબસાઈટ https://www.irctctourism.com/pacakage_description?packageCode=SEO12 પર જવું પડશે. અહીં તમારે 'Book Now' હશે વિકલ્પ મળી જશે. અહીંથી તમે ટુર બુક કરાવી શકશો. આ સાથે જ જો તમે ટુર સાથે સંકળાયેલ વધુ જાણકારી ઈચ્છતા હોવ તો તમે આ લિંક પર જઈ શકો છો.













