- IRCTCએ ફરી એકવાર ગુજરાત ટુર પેકેજ લોંચ કર્યું
- ગુજરાત પેકેજમાં છ રાત અને સાત દિવસની યાત્રાનો મોકો મળશે
- આ ટુર પેકેજમાં અમદાવાદ, વડોદરા, વડનગર ફરવા મળશે
જો તમે પોતાના પરિવારની સાથે વીક-એન્ડ પર ક્યાંક ફરવાનું પ્લાન કરી રહ્યા હોવ તો IRCTCનું ગુજરાત પેકેજ તમારી માટે સારું રહેશે. આ પેકેજમાં તમને એકસાથે ઘણાબધા સ્થળો પર ફરવાની તક મળશે. IRCTCનુે આ ટુર પેકેજનું નામ કલાસિકલ ગુજરાત છે. આ પેકેજમાં તમારે છ રાત્રી અને સાત દિવસની યાત્રાનો મોકો મળશે. આ ટુર પેકેટનો પ્રારંભ ગોરખપુરથી થશે. આ ટુર પેકેજમાં તમારે અમદાવાદ, વડોદરા, વડનગર ફરવા જવાની તક સાંપડશે. ચાલો આ અંગેની જાણકારી લઈએ.
પ્રવાસ કેટલો સમય ચાલશે અને કેટલો ખર્ચ થશે?
આ પ્રવાસ 6 રાત્રી અને 7 દિવસનો હશે. આ પેકેજ બુક કરાવવા માટે તમારે 20,675 રૂપિયા ખર્ચવા પડશે. આ પેકેજમાં તમને 2AC અને 3ACમાં મુસાફરી કરવાનો મોકો મળશે. 2AC અને 3AC પેકેજનું ભાડું પણ અલગ છે. જો તમે 2AC પેકેજ બુક કરો છો, તો તમારે સિંગલ શેરિંગ માટે 47,620 રૂપિયા ચૂકવવા પડશે. ડબલ શેરિંગ માટે તમારે 27,725 રૂપિયા ખર્ચવા પડશે, ટ્રિપલ શેરિંગ માટે તમારે 22,805 રૂપિયા ખર્ચવા પડશે. જો આ પ્રવાસમાં તમારી સાથે 5 થી 11 વર્ષનું બાળક હોય અને તમે તેના માટે અલગ બેડ ખરીદો તો તમારે 17790 રૂપિયા ખર્ચવા પડશે. વધુમાં, જો 5 થી 11 વર્ષની વયનું બાળક તમારી સાથે મુસાફરી કરે અને તમે અલગ બેડ ન લો તો તેની કિંમત 14,820 રૂપિયા થશે.
ત્રણ એસી પેકેજનું ભાડું શું છે?
જો તમે 3AC પેકેજ બુક કરાવતા હોવ કે સિંગલ શેરિંગ માટે તમારે 45,490 રૂપિયા આપવા પડશે. ડબલ શેરિંગ માટે તમારે 25,595 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. ટ્રિપલ શેરિંગ માટે તમારે 20,675નો ખર્ચ આવશે. જો આ ટ્રાવેલ પર તમારી સાથે પાંચથી 11 વર્ષનાં બાળકો છે અને તમારે તેની માટે અલગથી પથારી ખરીદશો તે તમારે તેની માટે 15660 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. આની સાથે જો તમારી સાથે પાંચથી 11 વર્ષના બાળકો આવશે તો એની માટે અલગથી પથારી નથી લેતા તો આ માટે 12,690 રૂપિયા આપવાના રહેશે.
પેકેજમાં શું-શું સામેલ થશે
પેકેજમાં તમને આવવા-જવાનું ટ્રેન ટિકિટ અપાશે.
અમદાવાદમાં તમારે ત્રણ રાત્રી અને વડોદરામાં એક રાત રોકવાની તક મળશે.
તમારે શેયરિંગ બેસિસ પર પેકેજમાં દર્શાવેલ સ્થળો પર ફરવાની તક મળશે.
પેકેડમાં તમને ચાર બ્રેક ફાસ્ટ અને ચાર રાત્રીનું ભોજન આપવામાં આવશે.
આ પેકેજમાં બપોરનું જમણ સામેલ નથી.
પેકેજમાં શું સામેલ નથી?
કોઈપણ પ્રકારનો ફોટો અને વીડિયો માટે તમારે જાતે જ પૈસા ચુકવવા પડશે.
કોઈપણ જગ્યાએ પ્રવેશ ટિકિટનું પેમેન્ટ તમારે જાતે કરવાનું રહેશે.
રદ્દ કરવાની પોલિસી શું છે?
જો તમે પ્રવાસ શરૂ કરવાના 15 દિવસ અગાઉ ટિકિટ રદ્દ કરાવશો તો પેકેજ ભાડાના 250 રૂપિયા કાપી લેવામાં આવશે
જો પેકેજ શરૂ થવાના આઠથી 14 દિવસ પહેલા ટિકિટ કેન્સલ કરાવશો તો પેકેજની કિંમતના 25 ટકા કપાશે
જો પેકેજને શરૂ થતા ચારથી સાત દિવસ ટિકિટ કેન્સલ કરાવશો તકો પેકેજ ભાડાના 50 ટકા કાપી લેવામાં આવશે
જો પેકેજ શરૂ થવાના ચાર દિવસ અગાઉ પેકેજ ટિકિટ રદ્ કરો તો તમને પેકેટ ટિકિટનો એક પૈસો નહિ અપાય