- આઈઆરસીટીસીએ કાશ્મીરના પ્રવાસની યોજના બનાવી
- કાશ્મીર ખીણ અને તેની સુંદરતા જોવાનો સસ્તો પ્લાન
- આઈઆરસીટીસી પ્રવાસની સાથે તમને ઉત્તમ સુવિધા પૂરી પાડશે
કાશ્મીરને ધરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે. દર વર્ષે લાખો લોકોની સંખ્યામાં ટુરિસ્ટ કાશ્મીર પ્રવાસે આવતા હોય છે. ગરમીની સિઝનમાં વિશેષ કરીને લોકો કાશ્મીરની સુંદર ઘાટીઓ જોવા આવતા હોય છે. આ સિઝનમાં પણ લોકો કાશ્મીર ફરવા જઈ રહ્યા છે. જો તમે પણ કરી રહ્યા છો કાશ્મીર ફરવાનું પ્લાનિંગ તો પછી તમારી માટે આઈઆરસીટીસી લાવ્યું છે એક સુંદર ટુર પેકેજ ઓફર. જે તમને કાશ્મીર ખીણનો પ્રવાસ કરાવશે. આ ઉપરાંત તમને ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવશે. આઈઆરસીટીસીના ટુર પેકેજમાં તમારે કેટલો ખર્ચ આવશે અને કઈ રીતે બુક કરી શકશો આ ટુર પેકેજને ચાલો જાણો.
આઈઆરસીટીસીના આ ટુર પેકેજનું નામ છે KASHMIR HEAVEN ON EARTH EX TRICHY. SMA48 આ પેકેજનો કોડ છે. કાશ્મીર ટુર પેકેજની અંદર તમને ગુલમર્ગ, સોનમર્ગ, પહેલગામ અને શ્રીનગર જેવા ઘણા સુંદર સ્થળોનો પ્રવાસ કરવાની તક સાંપડશે.
IRCTCના કાશ્મીર ટુર પેકેજમાં આ સ્થળો પર ફરો
કાશ્મીરમાં દર વર્ષે લાખો સહેલાણીઓ આવતા હોય છે. અને તેઓ એકલા ભારત જ નહિ પરંતુ વિદેશમાંથી પણ મોટી સંખ્યામં આવતા હોય છે. અહીં હાઉસ બોટ, ટ્રેકિંગ અને બીજા પણ ઉત્તમ સ્થળોનો અનુભવ કરવા મળશે. આઈઆરસીટીસીના કાશ્મીર ટુર પેકેજમાં તમને છ રાત્રી અને સાત દિવસ ફરવાની તક મળશે.
કાશ્મીર જવાનો કુલ આટલો ખર્ચ થશે
આઈઆરસીટીસીના આ કાશ્મીર ટુરના ખર્ચની વાત કરીએ તો જો કોઈ એક વ્યકિત પેકેજ બુક કરાવતો હોય તો તેને 58 હજાર રૂપિયા ભાડા તરીકે આપવા પડશે. જ્યારે બે લોકોને એકસાથે આ પેકેજને લેતા હોય તો તેને 52,500 રૂપિયા પ્રતિ વ્યકિત ભાડું ચુકવવું પડશે. આ ઉપરાંત જો ત્રણ લોકોની સાથે આ પેકેજને બુક કરાવે તો પ્રતિ વ્યકિત 51 હજાર રૂપિયોનો ખર્ચો આવતો હોય છે.