- મહિલાએ ટ્રેનમાં સાડી ઠીક કરવા મદદ માગી તો રેલવે તરત સેફ્ટી પિન મોકલાવી
- રેલવેમાં સૌથી વધુ માંગ દૂધ, નેપકિન, ડાયપર અને તબીબી મદદ માંગવામાં આવે છે
- મહિલાએ રેલ મદદ એપ પર સેફ્ટી પિન માંગતા મદદ કરવામાં આવી
ટ્રેનમાં પ્રવાસ દરમિયાન પ્રવાસીઓની મદદ માટે રેલવે વિભાગ હંમેશા તૈયાર રહે છે. રેલ મદદ એપ, હેલ્પલાઈન નંબર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી પ્રવાસીઓની માંગેલી ઈમરજન્સી ડિમાન્ડને પૂર્ણ કરવામાં આવે છે. મોટાભાગના પ્રવાસીઓની મદદમાં દૂધ, દવા, ડૉકટરની સલાહ અને બાળકોનાં ડાયપર સામેલ હોય છે. પરંતુ એક મહિલા યાત્રીએ માંગેલી મદદથી રેલવેના અધિકારી પણ હેરાન રહી ગયા હતા.
રેલવે દ્વારા જો કે મહિલાની મદદ આપવામાં આવી હતી. મહિલા યાત્રીએ રેલવે એપ ઉપર સેફટી પિન માગતા રેલવેએ સેફ્ટી પિન મોકલાવી, જો કે બાદમાં મહિલાએ સેફ્ટી પિન લઈને રેલવેનો આભાર માન્યો હતો.
મહિલા દિલ્હીથી મડગાંવ જઈ રહી હતી
આ આખો મામલો એમપીના રતલામ સ્ટેશનનો છે. રેલવે તરફથી મળતી માહિતી પ્રમાણે દિલ્હીના નિઝામુદ્દીન રેલવે સ્ટેશનથી ટ્રેન નંબર-22414થી એક મહિલા પ્રવાસી ગોવાના મડગાંવ જવા બેઠી હતી. પ્રવાસમાં મહિલાને સાડીના પાલવમાં સમસ્યા થઈ જેથી તેને ઠીક કરવા મહિલાએ રેલવે એપની મદદ લીધી. મહિલાએ એપથી સેફ્ટી પિનની માંગ રેલવે પાસે કરી. આ માટે મહિલા યાત્રીએ એપ પર સેફ્ટી પિનનો ફોટો પણ અપલોડ કર્યો. મહિલાની માંગની જાણકારી રેલવેના અધિકારીઓને થઈ તે મહિલાની આ ડિમાન્ડ જોઈ વિમાસણમાં મૂકાઈ ગયા હતા.
સેફ્ટી પિનની ડિમાન્ડથી અધિકારીઓ મૂંઝવણમાં
રેલવે તરફથી મળેલી માહિતી પ્રમાણે ઘણીવાર પ્રવારીઓ દૂધ, નેપકિન, ડાયપર, દવાઓ તેમજ તબીબી મદદ માંગવામાં આવી છે અને આને પૂર્ણ કરવા રેલવે વિભાગ દરેક વખતે સામાનનો સ્ટોક રાખે છે. તબીબો દ્વારા પણ પ્રવાસીઓની મદદ કરવામાં આવે છે. જ્યારે તેમને સેફ્ટી પિનની ડિમાન્ડ આવી તો તેઓ આને લઈ હેરાન રહી ગયા હતા. રેલવેમાં સેફ્ટી પિન માંગવાનો આ પ્રથમ મામલો હતો.
મહિલાને સેફ્ટી પિન આપવામાં આવી
રેલવે વિભાગના અધિકારીએ સેફ્ટી પિનને લઈ મૂંઝવણમાં મૂકાઈ હતા. સેફ્ટી પિન કયા વિભાગમાં મળશે આ માટે અધિકારીઓએ એકબીજાનો સંપર્ક કર્યો. બાદમાં આ મામલે રેવવેના વાણિજ્ય વિભાગનો સંપર્ક સાધવામાં આવ્યો. રતલામ રેલવે સ્ટેશન પર મહિલા યાત્રીને સેફ્ટી પિન મોકલાવી, જેને લઈ મહિલા ખૂબ ખુશ થઈ ગઈ હતી.