નોકરિયાત વર્ગની મોટી સમસ્યા એ છે કે તેમણે બજેટ મેનેજ કરવુ પડે છે. મોટા ભાગે નોકરીયાત વર્ગને મહિનાના અંત સુધીમાં તો પૈસો બચતો જ નથી. આથી ખર્ચાને મેનેજ કરવો પડે છે. નહી તો દેવામાં ડૂબી જાય છે. ત્યારે આવો જાણીએ કે કેવી રીતે મહિનાનો ખર્ચ તમે મેનેજ કરી શકો છો.

તમે મ્યુચ્યુઅલ ફંડ, શેર અથવા સરકારી યોજનાઓમાં રોકાણ કરીને પણ મોટો નફો કમાઈ શકો છો. બધા ખર્ચાઓ પૂરા કર્યા પછી, તમે ઇમરજન્સી ફંડ માટે પણ પૈસા બચાવી શકો છો. ચાલો સમજીએ કે તમે આ કેવી રીતે કરી શકો છો?

સૌ પ્રથમ આ ત્રણ શ્રેણીઓ બનાવો

તમારા માસિક બજેટને નક્કી કરવા માટે, તમારે પહેલા ત્રણ શ્રેણીઓ બનાવવી જોઈએ. આ શ્રેણીઓ છે- જરૂરિયાતો, wants અને રોકાણ. તમારે તમારી આવકનો 40 ટકા હિસ્સો જરૂરિયાતો હેઠળ રાખવો જોઈએ. તમારી કમાણીના 25 ટકા wants શ્રેણીમાં અને 35 ટકા રોકાણ હેતુ માટે ખર્ચ કરી શકો છો.

જો તમારી સેલરી 50 હજાર છે તો તમારે જરૂરિયાત જેવા તે કરિયાણા, મકાનનુ ભાડુ, બિલ્સ તથા ટ્રાવેલિંગ માટે 20 હજારનો ખર્ચ કરી શકો છો. જ્યારે Wants કેટેગરી માટે 25 ટકા ભાગ એટલે 12500 ખર્ચ કરી શકો જેમાં ઇએમઆઇ ગણી શકો. જ્યારે 4000 નાનકડી ટ્રિપ માટે સેવ કરી શકો છો. જ્યારે 2500 જેટલા રૂપિયા તમે રેસ્ટોરન્ટ કે ડિનર પાર્ટી માટે રાખી શકો છો.

આ પછી તમારી પાસે રોકાણ માટે 17,500 રૂપિયા બાકી રહેશે, જે તમે તમારા જોખમના આધારે મ્યુચ્યુઅલ ફંડ, શેર, સોના અથવા સરકારી યોજનાઓમાં રોકાણ કરી શકો છો. 17500 રૂપિયામાંથી, તમારે ફક્ત 11000 રૂપિયાનું રોકાણ કરવું જોઈએ. કટોકટી માટે તમે તમારા બચત ખાતામાં 2500રૂપિયા રાખી શકો છો. આ પછી તમે 2000 રૂપિયાનો ટર્મ વીમો અને 2000 રૂપિયાનો આરોગ્ય વીમો લઈ શકો છો.

મ્યુચ્યુઅલ ફંડમાં તમે આ રીતે રોકાણ કરી શકો છો

ધારો કે જો તમે લાંબા ગાળાના પરિપ્રેક્ષ્ય માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું આયોજન કરી રહ્યા છો, તો તમારે બધા પૈસા ફક્ત એક જ ફંડમાં રોકાણ ન કરવા જોઈએ. તેના બદલે, તમે લાર્જ કેપ, ફ્લેક્સી કેપ અને મિડ કેપમાં રોકાણ કરી શકો છો, જેથી તમને રોકાણ અંગે વધુ જોખમ ન રહે. આ રીતે, આયોજન કરીને, તમે તમારા પગારનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકો છો અને તમારું માસિક બજેટ ક્યારેય બગડશે નહીં.