• ઇઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે  એર ઇન્ડિયાએ લીધો નિર્ણય
  • 30 નવેમ્બર સુધી ભારતથી તેલ અવીવની ફ્લાઇટ્સ રદ્દ
  • દિલ્હીથી તેલ અવીવ માટે અઠવાડિયામાં 5 ફ્લાઈટ ભરે છે ઉડાન

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એર ઈન્ડિયાએ તેની ફ્લાઈટ્સને લઈને એક નવું અપડેટ જારી કર્યું છે. એર ઈન્ડિયાએ 30 નવેમ્બર સુધી ભારતથી તેલ અવીવની તેની નિર્ધારિત ફ્લાઈટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે.

કંપનીના પ્રવક્તાએ રવિવારે જણાવ્યું હતું કે તેલ અવીવની ફ્લાઇટ્સ 30 નવેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી છે. એર ઈન્ડિયા સામાન્ય રીતે દિલ્હીથી તેલ અવીવ માટે આ ફ્લાઈટ્સ સોમવાર, મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે અઠવાડિયામાં 5 ફ્લાઈટ ઉડાન ભરે છે.

ગયા મહિને ઇઝરાયેલ અને હમાસ વચ્ચે વધી રહેલા સંઘર્ષને પગલે એરલાઇન્સે ભારતીયોને ત્યાંથી પરત લાવવા માટે કેટલીક ફ્લાઇટ્સનું સંચાલન કર્યું છે. જો કે, આને દિલ્હી અને તેલ અવીવ વચ્ચે સરકારના 'ઓપરેશન અજય' હેઠળ ચલાવવામાં આવ્યા હતા.

  • Follow us on: