• કિસાન આંદોલન દરમિયાન કેન્દ્રનો વિરોધ કરતા અકાઉન્ટ બંધ થયા: જેક ડોર્સી
  • ટ્વિટર પાસે સ્થાનિક સરકારનું પાલન કરવા સિવાય કોઈ વિકલ્પ નથી
  • અમે અમેરિકાના નિયમોને આખી દુનિયામાં લાગુ કરી શકતા નથી: મસ્ક
ટ્વિટરના ભૂતપૂર્વ CEO જેક ડોર્સીએ દાવો કર્યો હતો કે કિસાન આંદોલન દરમિયાન કેન્દ્રનો વિરોધ કરતા અકાઉન્ટ બંધ કરવા માટે સરકાર દ્વારા 'દબાણ' કરવામાં આવ્યું હતું. તેમના દાવા પર ટેસ્લાના સીઈઓ એલોન મસ્કની પહેલી પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું હતું કે ટ્વિટર પાસે સ્થાનિક સરકારનું પાલન કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. જો અમે સ્થાનિક સરકારના કાયદાનું પાલન નહીં કરીએ તો અમને બંધ કરવામાં આવશે.

મસ્કે કહ્યું હતું કે અમે અમેરિકાના નિયમોને આખી દુનિયામાં લાગુ કરી શકતા નથી. અમે નિયમ હેઠળ શક્ય તેટલું મુક્ત ભાષણ આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશું. તમને જણાવી દઈએ કે એક ઈન્ટરવ્યુમાં ડોર્સીએ કહ્યું હતું કે ભારત પ્લેટફોર્મ પર દબાણ લાવે છે જ્યારે તેમને તેમના કાર્યકાળ દરમિયાન વિદેશી સરકારોના દબાણના કેટલાક ઉદાહરણો આપવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે ભારતનું ઉદાહરણ આપ્યું અને કહ્યું હતું કે, અમે તમારા કર્મચારીઓના ઘરો પર દરોડા પાડીશું. જો તમે નિયમોનું પાલન નહીં કરો તો તમારી ઓફિસ બંધ થઈ જશે. અને આ લોકશાહી દેશ ભારત છે.

ડોર્સીએ કહ્યું હતું કે, ભારત એક એવો દેશ છે જ્યાંથી ખેડૂત આંદોલન દરમિયાન અમારી પાસે ઘણી માંગણીઓ આવી રહી હતી. કેટલાક પત્રકારો સરકારી ટીકા કરી રહ્યા હતા. અમને કહેવામાં આવ્યું હતું કે, અમે ભારતમાં ટ્વિટર બંધ કરીશું. ભારત અમારા માટે એક મોટું બજાર છે.

PM મોદી એલોન મસ્કને મળ્યા

PM મોદી અને એલોન મસ્ક ન્યૂયોર્કમાં મળ્યા હતા. વડાપ્રધાન સાથેની મુલાકાત બાદ મસ્કે કહ્યું હતું કે, હું મોદીનો ફેન છું. સાથે જ તેમણે કહ્યું હતું કે, ભારત માટે તેમને ઘણી ચિંતા છે. એલોન મસ્કે કહ્યું હતું કે, હું ભારતના ભવિષ્યને લઈને અતિ ઉત્સાહિત છું. વિશ્વના કોઈપણ મોટા દેશ કરતાં ભારતમાં વધુ સંભાવનાઓ છે. તેઓ (PM મોદી) ખરેખર ભારતની ચિંતા કરે છે કારણ કે તેઓ અમને ભારતમાં નોંધપાત્ર રોકાણ કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે.

  • Follow us on: