ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નાના દીકરાના લગ્ન થવા જઇ રહ્યા છે. મળતી માહિતી મુજબ 10 અને 11 ડિસેમ્બરે પ્રિવેડિંગ સેરેમની રાખવામાં આવી છે. રાજસ્થાનની રૉયલ હોટલમાં આ કાર્યક્રમનું આયોજન કરાયુ હોવાનું પણ જાણવા મળ્યુ છે. ગૌતમ અદાણીના નાના દીકરાનું નામ જીત છે. તેની સગાઇ ગત વર્ષે 12 માર્ચે થઇ હતી. ત્યારે હવે તેઓ લગ્ન કરવા જઇ રહ્યા છે. ત્યારે આવો જાણીએ કોણ છે ગૌતમ અદાણીની નાની વહુ..
કોણ છે અદાણી પરિવારની નાની વહુ ?
જીત અદાણીની દિવા સાથે સગાઉ ખાનગી રીતે થઇ હતી. સગાઇમાં ઘણા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. પરંતુ તેમના લગ્ન અને લગ્ન પહેલાના કાર્યક્રમને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે ગૌતમ અદાણીની નાની વહુ વિશે વાત કરીએ તો તે દિવા એ સુરતના મોટા હીરા ઉદ્યોગપતિ જૈમિન શાહની પુત્રી છે. જૈમિન શાહ સી. દિનેશ એન્ડ કંપની પ્રાઈવેટ લિમિટેડના માલિક છે. તેમનો બિઝનેસ સુરતથી મુંબઈ સુધી ફેલાયેલો છે. ડાયમંડ કંપની સુરત અને મુંબઈમાં આવેલી છે. જોકે દિવા સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી.
પરંતુ રિપોર્ટ્સ અનુસાર તેને બિઝનેસ અને ફાઇનાન્સની સારી સમજ છે. તેણે તેના પિતાને તેના વ્યવસાયનું સંચાલન કરવામાં પણ મદદ કરે છે. દિવા કેટલી કમાણી કરે છે તે અંગે કોઈ ચોક્કસ આંકડો નથી. તેમ છતાં, એવું માનવામાં આવે છે કે દિવા જેમિન પણ કરોડોની માલિક છે.
અહીં યોજાશે સેરેમની
વખતે બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીની પ્રી-વેડિંગ સેરેમનીનું આયોજન 10-11 ડિસેમ્બરે ઉદયપુરની ત્રણ ફાઇવ સ્ટાર હોટલમાં કરવામાં આવશે. સમારોહની ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તાજ લેક પેલેસ, લીલા પેલેસ અને ઉદય વિલાસ જેવી આલીશાન હોટેલોના તમામ રૂમ ઈવેન્ટ માટે 2 દિવસ માટે બુક કરવામાં આવ્યા છે.
જીત અદાણી પણ અબજોના માલિક
જીત અદાણી ગૌતમ અદાણીના નાના પુત્ર છે. તે અદાણીનો બિઝનેસ પણ સંભાળે છે. જીત વર્ષ 2019માં અદાણી ગ્રુપમાં જોડાયો હતા. તેમણે પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા છે. શરૂઆતમાં તેણે નાણા, મૂડી બજાર અને જોખમ અને નીતિ પર કામ કર્યું. અદાણી ગ્રૂપની વેબસાઈટ અનુસાર, જીત અદાણી એરપોર્ટ બિઝનેસ અને અદાણી ડિજિટલ લેબ્સ પણ સંભાળે છે. ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણ અદાણીના લગ્ન પરિધિ શ્રોફ સાથે થયા છે, જેઓ અદાણી ગ્રુપની કાનૂની બાબતોનું સંચાલન કરે છે.