KFCએ તાજેતરમાં ફ્રાઇડ ચિકન ફ્લેવર્ડ ટૂથપેસ્ટ લોન્ચ કરી છે. કંપનીનો દાવો છે કે તે જડીબુટ્ટીઓ અને મસાલાઓમાંથી બનાવવામાં આવે છે. જ્યારે તમે દાંત સાફ કરશો ત્યારે તમને KFCના મૂળ રેસીપી ચિકનનો ગરમ, રસદાર ટુકડો ખાવાનું મન થશે. આ ટૂથપેસ્ટ હિસ્માઈલ વેબસાઇટ પર લગભગ રૂ. 1120માં મળી રહેશે. આ ટૂથપેસ્ટ તમારા દાંતને સ્વાદથી ભરી દેશે અને તમારા મોંને તાજગી આપશે.
ફ્રાઇડ ચિકન ફ્લેવર્ડ ટૂથપેસ્ટ !
તમે ફ્રાઈડ ચિકનનું નામ સાંભળ્યું હશે અને ખાધું પણ હશે. પરંતુ હવે તે ફક્ત એક ખોરાક નથી. કારણ કે હવે તે ટૂથપેસ્ટ પણ બની ગયું છે. KFC એ તાજેતરમાં ફ્રાઇડ ચિકન ફ્લેવર્ડ ટૂથપેસ્ટ લોન્ચ કરી છે. કંપનીનો દાવો છે કે તે જડીબુટ્ટીઓ અને મસાલાઓમાંથી બનાવવામાં આવે છે. લોકોને તેનો ખાસ સ્વાદ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. જેના કારણે તે બજારમાં લોન્ચ થયાના માત્ર 2 દિવસમાં જ વેચાઈ ગયું.
આ પ્રોડક્ટ થોડા સમય માટે લોન્ચ કરાઇ
KFCએ ટૂથપેસ્ટ ઉત્પાદક હિસ્માઈલ સાથે ભાગીદારી કરીને આ પ્રોડક્ટને મર્યાદિત સમય માટે લોન્ચ કરી. હિસ્માઈલના માર્કેટિંગ મેનેજર કોબન જોન્સે કહ્યું: "અમને સીમાઓ પાર કરવી ગમે છે અને KFCના આઇકોનિક સ્વાદોને રોજિંદા ખોરાકમાં સામેલ કરવા કરતાં આનો સારો રસ્તો શું હોઈ શકે? જ્યારે તમે દાંત સાફ કરો છો ત્યારે તમને KFCના મૂળ રેસીપી ચિકનનો ગરમ, રસદાર ટુકડો ખાવાનું મન થશે.
ફક્ત 2 દિવસમાં વેચાઈ ગયા
લોકોને આ પ્રોડક્ટ એટલી બધી ગમી કે મંગળવાર સવાર સુધીમાં તે વેચાઈ ગઈ. આ ટૂથપેસ્ટ હિસ્માઈલ વેબસાઇટ પર લગભગ રૂ. 1,120માં ઉપલબ્ધ હતી. પણ હવે બધી ટૂથપેસ્ટ વેચાઈ ગઈ હતી. વેબસાઇટ પરની ટૂથપેસ્ટની વિગતો દાવો કરે છે કે તેમાં "ફ્લોરાઇડ-મુક્ત ફોર્મ્યુલા" છે જે લાંબા ગાળાના મૌખિક સ્વાસ્થ્ય લાભો ધરાવે છે. જોકે, જે લોકો આ ટૂથપેસ્ટ ખરીદવાનું વિચારી રહ્યા છે. તેમણે હવે આગામી સપ્લાય સુધી રાહ જોવી પડશે. પરંતુ તેઓ હંમેશા નવા KFC ઇલેક્ટ્રિક ટૂથબ્રશનો પ્રયાસ કરી શકે છે. જે હજુ પણ હિસ્માઈલ વેબસાઇટ પર આશરે રૂ. 5,100માં ઉપલબ્ધ છે.