• નવા નિયમો પ્રમાણે સિમકાર્ડ ખરીદવું પડશે
  • સાયબર ફ્રોડ પર અંકુશ લગાવવા સરકારનો પ્રયાસ
  • કેસ ઉકેલવામાં નવા નિયમો મદદ કરશે

નવા વર્ષથી લાગુ થનાર આ નિયમ અંગે સરકારી એજન્સી ટેલિકોમ વિભાગે જાણકારી આપી છે. સરકારના આ નવા નિયમથી સાયબર ફ્રોડ પર અંકુશ આવશે. જાણો આ અંગે વિગતવાર. મોબાઈલ ફોનનો વપરાશ કરવા સિમકાર્ડ ખૂબ જરૂરી છે. પહેલી જાન્યુઆરી 2024થી દેશમાં સિમકાર્ડ ખરીદવાના નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે. આ નિયમની જાણકારી પહેલા સામે આવી હતી. જેમાં જણાવ્યું કે યૂઝર્સને વર્ચુઅલ કેવાયસી પૂરું કરવું પડશે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટને ટેલિકોમ્યુનિકેશને ડિસેમ્બરમાં જારી કરેલ નોટિફિકેશનમાં ઉલ્લેખ કરાયો છે તેમ પેપર આધારિત કેવાયસી પહેલી જાન્યુઆરી 2024થી નિયમ બદલાઈ રહ્યો છે. આ નિયમની મદદથી સરકારનો પ્રયાસ સાયબર ફ્રોડ રોકવાનો છે. સરકારી એજન્સીને આશા છે કે આનાની બનાવટી સિમકાર્ડની ખરીદી-વેચાણ પર લગામ લાગશે.

છૂટક અને એજન્ટની પણ નોંધણી જરૂરી
નવા નિયમો પ્રમાણે સરકારે ટેલિકોમ કંપનીઓ માટે ફ્રેંચાઈઝી, ડિસ્ટ્રીબ્યૂટર્સ અને પૉઈન્ટ ઑફ સેલ એજન્ટસ વગેરેને પોતાની નોંધણી કરાવવી પડશે. અથવા જાણકારી સરકારી નિયમો પ્રમાણે આપેલી છે. આ નોંધણી માટે ટેલિકોમ ડિલર્સ અને એજન્ટને 12 મહિનોનો સમય આપવામાં આવશે.
 
સિમ સેલ પોઈન્ટની જાણકારી હશે
પહેલી જાન્યુઆરીથી બદલતા નિયમમાં સેલરને સેલ ઑફ પોઈન્ટની પણ જાણકારી આપવી પડશે. એવામાં જો ભવિષ્યમાં સિમ કાર્ડને લઈ કોઈ ઘટના બને તો પોઈન્ટ ઑફ સેલથી કેસ ઉકેલવામાં મદદ મળી શકે છે.

સાયબર ફ્રોડના વધતા કેસ
રોજબરોજના સમયમાં સાયબર ફ્રોડના નવા-નવા કેસ મળી રહ્યા છે. સ્કેમર્સ ખૂબ ચતુરાઈથી લોકોની સાથે ઠગાઈ કરવાનું કામ કરી રહ્યા છે. જેમાં અનેક લોકોની પાસે અજાણ્યા નંબરથી કોલ અને મેસેજ આવતા હોય છે. જે બાદ પીડિતના બેંકના ખાતાથી હજારોથી લઈ કરોડો રૂપિયા ઉડી જતા હોય છે. જેથી સરકારે ટેલિકોમ નિયમ હેઠળ નવા વર્ષથી સિમકાર્ડ ખરીદીમાં કેટલાક ફેરફાર કર્યા છે.
  • Follow us on: