- ઘરના મોભીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો જરૂરી
- બાળકનું બર્થ સર્ટિફિકેટ જરૂરી રહેશે
- બાળકનું આધારકાર્ડ પણ જરૂરી ડોક્યુમેન્ટ ગણાશે
રાશનકાર્ડ દેશમાં નાગરિકોને માટે એક ખાસ ડોક્યુમેન્ટ માનવામાં આવી રહ્યું છે. અનેકવાર લોકોને રાશનકાર્ડમાં પોતાનું નામ નોંધવાની જરૂર પડે છે. તો જાણો ઘરના કોઈ પણ સભ્યનું નામ રાશનકાર્ડમાં એડ કરવા ઈચ્છો છો તો જાણો શું છે પ્રોસેસ અને કયા ડોક્યુમેન્ટ્સ તમારા માટે જરૂરી રહેશે.
એડ્રેસ પ્રૂફની જેમ કામ કરે છે રાશનકાર્ડ
સરકાર રાશનકાર્ડને લઈને સમયાંતરે અપડેટ રિમાઈન્ડર આપતી રહે છે. હાલમાં રાશનકાર્ડના ઈ-કેવાયસીનું કામ ચાલી રહ્યું છે. નવા નામને રાશનકાર્ડમાં સામેલ કરવા માટે તમારે ખાસ પ્રોસેસ કરવાની રહે છે. જો ઘરમાં કોઈના લગ્ન થયા છે કે પછી બાળકનો જન્મ થયો છે તો તેનું નામ રાશનકાર્ડના લિસ્ટમાં સામેલ કરી દેવું જરૂરી છે. તે એડ્રેસ પ્રૂફની જેમ કામ કરે છે. તો જાણો સરળ સ્ટેપ્સની પ્રોસેસ.
કયા ડોક્યુમેન્ટ્સની રહેશે જરૂર
- ઘરના મુખ્ય વ્યક્તિનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
- બાળકનું બર્થ સર્ટિફિકેટ
- બાળકનું આધારકાર્ડ
શું છે પ્રોસેસ
જો તમે રાશનકાર્ડમાં બાળકનું નામ જોડવા ઈચ્છો છો તો તમે કેટલાક ડોક્યુમેન્ટ્સ ભેગા કરી લો તે જરૂરી છે. નહીં તો તમારું કામ અટકી જશે. તમારી પાસે આ કામ માટે ઘરના મુખ્ય વ્યક્તિનો પાસપોર્ટ સાઈઝનો ફોટો હોવો જોઈએ અને બાળકનું નામ જોડવા માટે બાળકનું બર્થ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. ઉલ્લેખનીય છે કે બર્થ સર્ટિફિકેટ સરકારની તરફથી આપવામાં આવે છે. તેનાથી પણ અનેક કામ કરી શકાય છે. આ સાથે તમારે બાળકનું નામ જોડવા માટે તેનું આધારકાર્ડ પણ જોઈશે. તો તમારે આધારકાર્ડ માટે પરેશાન થવાની જરૂર નથી. તે સરળતાથી નજીકના આધાર કેન્દ્ર પરથી બની જશે. તમે તેને ઓનલાઈન કે ઓફલાઈન રીતે પણ બનાવડાવી શકો છો. આ તૈયાર થઈ જાય પછી તમે રાશનકાર્ડમાં બાળકનું નામ જોડાવી શકો છો.
જાણો ઓનલાઈન પ્રોસેસ પણ
સૌથી પહેલા તમારે રાશન કાર્ડની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે. દરેક રાજ્યની પોતાની વેબસાઇટ છે. અહીં તમારે તમારી વિગતો દાખલ કરીને લોગિન અથવા નોંધણી કરવી પડશે. આ પછી, તમને ઘણા વિકલ્પો દેખાશે, જેમાંથી એક નવા સભ્યનું નામ ઉમેરવાનું હશે. આ પછી, તમારી સામે એક ફોર્મ ખુલશે, જેમાં તમારે દરેક પ્રકારની માહિતી આપવાની રહેશે. તમારે તે સભ્યના કેટલાક દસ્તાવેજો પણ અહીં આપવા પડશે, તમે જન્મ પ્રમાણપત્ર અથવા લગ્ન કાર્ડ અપલોડ કરી શકો છો. આ પછી છેલ્લે ફોર્મ સબમિટ કરો, ફોર્મ સબમિટ કર્યા પછી તમારા મોબાઈલ નંબર પર એક મેસેજ આવશે. જેમાં તમારી અરજી વિશેની માહિતી હશે. થોડા દિવસો પછી તમારા ઘરે નવું રાશન કાર્ડ આવશે. આ રાશનકાર્ડમાં તમે જે સભ્ય માટે અરજી કરી છે તેનું નામ પણ હશે.