• નાસામાં નોકરી કરવા માટે કરો તૈયારીઓ
  • વૈજ્ઞાનિકો સિવાય પણ અન્ય જગ્યાઓ
  • નાસામાં જોબ મેળવવા શું ભણવુ પડે ?

સ્પેસ એજન્સી હોય છે કે જે અંતરિક્ષથી જોડાએલા તમામ વિષયો પર ચર્ચા કરે છે. જે અંતરિક્ષમાં થનારી દરેક હિલચાલ પર નજર રાખે છે.આ એજન્સી અમેરિકા સહિત દુનિયાભરમાં ઘણા દેશો પાસે છે. ભારત પણ જેવી રીતે ઇસરો છે. પરંતુ આ તમામમાં નાસાનું નામ સૌથી ટોપ પર આવે છે. ત્યારે શું તમે નાસામાં કરિયર બનાવવા માગો છો ? જો તમારે નાસામાં કામ કરવુ હોય તો શું ભણવુ પડે અને રયો કોર્સ કરવો પડે આ તમામ સવાલોનો જવાબ તમને જણાવીએ.

12 પાસ કર્યા પછી શું કરવુ ? 

જો તમે દુનિયાની કોઈપણ સ્પેસ એજન્સીમાં કામ કરવા ઈચ્છો છો, તો તમારે સૌથી પહેલા 12મું પાસ કરવું પડશે. આ પછી તમારે એરોનોટિક્સનો અભ્યાસ કરવો પડશે, જેને એરોસ્પેસ એન્જિનિયરિંગ પણ કહેવામાં આવે છે. જો તમે કમ્પ્યુટર સાયન્સ, એસ્ટ્રોનોમી, મેથ્સ, એન્જિનિયરિંગ અને ડેટા સાયન્સના વિદ્યાર્થી છો, તો પણ તમે સ્પેસ એજન્સીમાં નોકરી માટે અરજી કરી શકો છો. એરોનોટિક્સને તમામ વિજ્ઞાન પ્રવાહના પિતામહ કહેવામાં આવે છે. કારણ કે આમાં વિદ્યાર્થીઓએ સિવિલ એન્જિનિયરિંગથી લઈને ઈલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ સુધીની દરેક બાબતોનો અભ્યાસ કરવાનો રહે છે.

એરોનોટિક્સ શીખવતી ટોચની કોલેજો:

  • IIT કાનપુર
  • મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ચેન્નાઈ
  • સ્કૂલ ઓફ એરોનોટિક્સ, દિલ્હી
  • મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી
  • પંજાબ એન્જિનિયરિંગ, કોલેજ
  • IISST, તિરુવનંતપુરમ
  • IIAE, દેહરાદૂન

આ તૈયારીઓ કરો:

નાસામાં અરજી કરતા પહેલા, ઇન્ટરવ્યુના તબક્કાની તૈયારી કરો. ઇન્ટરવ્યુમાં મોટાભાગના પ્રશ્નો તમારા સીવીમાંથી હોઇ શકે. આ સિવાય ખાતરી કરો કે તમારી પાસે બધા જરૂરી દસ્તાવેજો છે. NASA સામાન્ય રીતે એવા ઉમેદવારોને પસંદ કરે છે કે જેમણે માન્ય સંસ્થાઓમાંથી ડિગ્રીઓ મેળવી છે અને જેની પાસે વેલિડ પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ હોય. એટલે જો તમારી પાસે સેમ ફિલ્ડમાં કામ કરવાનો અનુભવ હોય તો પસંદગી તમારી થઇ શકે તેવી શક્યતા

કેવી રીતે જોબ વિશે મેળવશો માહિતી ?

અમેરિકાની ઓફિશિયલ વેબસાઈટ USA Jobs દ્વારા જાણવા મળે છે કે NASA એ ભરતી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. એજન્સી ફૂલ ટાઇમ નોકરીઓ, પાર્ટ-ટાઇમ નોકરીઓ અને કોન્ટ્રાકચ્યઅલ નોકરીઓ સહિત વિવિધ તકો પ્રદાન કરે છે. તમે અહીં ઇન્ટર્નશિપ અથવા ફેલોશિપ માટે અરજી કરી શકો છો.

અન્ય જગ્યાઓ માટે પણ ભરતી

નાસામાં માત્ર વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અથવા પ્રોગ્રામરોની જ ભરતી કરવામાં આવતી નથી, અહીં એકાઉન્ટન્ટ, સેક્રેટરી, ગ્રંથપાલ, રસોઈયા, સુરક્ષા ગાર્ડ અને ઘણા બધા પદો માટે લોકોની ભરતી કરવામાં આવે છે. તેનો અર્થ એ છે કે, જો તમે એરોનોટિક્સનો અભ્યાસ કરી શકતા નથી, તો પણ તમે કોઈને કોઈ સ્વરૂપે નાસામાં જોડાઈ શકો છો. જો તમારે નાસામાં સાયન્ટિસ્ટ બનવું હોય તો આ માટે તમારે પીએચડી કરવી પડશે. જો તમારે ટેકનિકલ ક્ષેત્રમાં જવું હોય તો તમારે તમારા ગણિત, વિજ્ઞાન અને કમ્પ્યુટર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

કેટલો હોય છે પગાર ?

નાસા એજન્સી તેના કર્મચારીઓને સારું પેકેજ આપે છે. શરૂઆતમાં જ, કોઈને વાર્ષિક 30 થી 50 લાખ રૂપિયાની ઓફર મળી શકે છે. કર્મચારીનો પગાર પણ તેની પોસ્ટ પર આધાર રાખે છે. કેટલીક પોસ્ટ્સ રૂ. 50 લાખથી વધુનું પ્રારંભિક પેકેજ ઓફર કરે છે. પગાર ઉપરાંત અન્ય સુવિધાઓ પણ આપવામાં આવે છે.


  • Follow us on: