• કંપની 6 ટકા કોર્પોરેટ સ્ટાફને હટાવવાની તૈયારીમાં 
  • છટણી ક્યાં વિભાગમાં થશે તેની જાન કરવામાં આવી નથી 
  • અગાઉ 10 હજાર કર્મચારીઓને બરતરફ કરવાના સમાચાર હતા

એમેઝોન ફરી કર્મચારીઓને મોટો ઝટકો આપવા જઈ રહી છે. અગાઉ એવા અહેવાલ હતા કે એમેઝોન 10,000 કર્મચારીઓની છટણી કરશે, પરંતુ હવે આ સંખ્યા બમણી થઈ ગઈ છે. હવે એવા સમાચાર છે કે કંપની 20 હજારથી વધુ લોકોને છૂટા કરવા જઈ રહી છે. એમેઝોન ઘણા સેક્ટરમાં છટણી કરવા જઈ રહ્યું છે, તેમાં ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરના કામદારો, ટેક્નોલોજી સ્ટાફ તેમજ ઘણા કોર્પોરેટ ઓફિસરોનો સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે, Amazon CEO એન્ડી જેસીએ થોડા દિવસો પહેલા પુષ્ટિ કરી હતી કે કંપની ઘણા સેક્ટરમાં કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી છે. પરંતુ તેમણે કર્મચારીઓની સંખ્યા જાહેર કરી ન હતી. ગયા મહિને નવેમ્બરમાં એમેઝોન 10,000 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહ્યું હતું.

હવે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ સંખ્યામાં વધારો થયો છે. એમેઝોનનું આયોજન એ છે કે તે તમામ સ્તરે લોકોને છૂટા કરશે. આમાં કેટલીક મોટી પોસ્ટ પણ સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપનીએ મેનેજરોને કર્મચારીઓના કાર્ય પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા કહ્યું છે, જેથી કંપની 20,000 લોકોની છટણી કરી શકે. કંપની 6 ટકા કોર્પોરેટ સ્ટાફ અને 1.5 મિલિયન કર્મચારીઓમાંથી લગભગ 1.3 ટકાને બહારનો રસ્તો બતાવશે. જેમાં રોજીંદા મજૂરો પણ સામેલ છે.

ટૂંક સમયમાં નોટિસ મોકલવામાં આવશે

સૂત્રોના જણાવ્યા અનુસાર, કર્મચારીઓને પહેલાથી જ એલર્ટ કરી દેવામાં આવ્યા છે કે અસરગ્રસ્ત કર્મચારીઓને 24 કલાકની નોટિસ અને સેવરેન્સ પે મોકલવામાં આવશે. જ્યારથી કંપનીના કર્મચારીઓને આ સમાચારની જાણ થઈ ત્યારથી તેઓ આઘાતમાં છે. છટણી કયા વિભાગમાં થશે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

  • Follow us on: