NRIS ને FEMA હેઠળ ભારતમાં અનેકવિધ સ્થાવર જંગમ મિકલતોમાં રોકાણ કરવાની છૂટ આપવામાં આવી છે. આવાં રોકાણો પૈકી અનેક રોકાણો, જો તે NRI દ્વારા વિદેશી હૂંડિયામણ (Foreign Currency) l Remittance દ્વારા અથવા ભારતમાંના તેના Non-Resident External (NRE) Accountમાંથી કરવામાં આવ્યા હોય, તો તે સંબંધી મૂડી, આવક તેમ જ મૂડીમાં થયેલી વૃદ્ધિ સહિતની તમામ રકમની પુનઃ વિદેશમાં લઈ જવાની અથવા Repatriate કરવાની છૂટ પણ આપવામાં આવી છે. આ પ્રકારના Repatriable રોકાણો ઉપરાંત Non-Repatriationના ધોરણે, અર્થાત્ મૂડી ભારતમાં જ રાખવાની શરતે, પણ રોકાણો કરવા માટેની જોગવાઈઓ કરવામાં આવી છે. NRIS દ્વારા કરી શકાતા કેટલાક મહત્ત્વનાં રોકાણોની યાદી નીચે મુજબ છેઃ


રિપેટ્રિએશનના લાભ સાથે

ખેતીની જમીન કે પ્લાન્ટેશન સિવાયની અન્ય કોઈ પણ સ્થાવર મિલકત જેવી કે જમીન કે મકાનમાં રોકાણ (રિપેટ્રિએશનનો લાભ મૂળ રોકાણની મર્યાદામાં).

ભારતીય કંપનીઓમાં આ હેતુસર કરાયેલા નિયમોને આધીન સીધું વિદેશી રોકાણ (Foreign Direct Investment).

NRI તેમજ FCNR બૅન્ક ડિપોઝિટો.

પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ હેઠળ ભારતીય સ્ટૉક એક્સચેન્જના કોઈપણ લિસ્ટેડ શેર કે સિક્યુરિટીઝમાં રોકાણ. આ ઉપરાંત માન્ય કરાયેલા મ્યુચ્યુઅલ ફ્ંડના યુનિટ્સમાં રોકાણ.

નોન રિપેટ્રિએશનના ધોરણે રોકાણોઃ

ભારતમાં કોઈપણ સ્વમાલિકી કે ભાગીદારીના ધંધામાં રોકાણ.

કોઈ પણ કંપનીના શેર, ડિબેન્ચર કે ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફ્ંડના યુનિટ્સ વગેરેમાં રોકાણ.

ખેતીની જમીન સિવાયની કોઈ પણ સ્થાવર મિલકતમાં રોકાણ.

NRO બૅન્ક ડિપોઝિટમાં રોકાણ. નાની બચત યોજનામાં નવાં રોકાણો કરવા માટે 2004થી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અલબત્ત, PPFના ચાલુ ખાતાઓમાં પાકતી મુદત સુધી રોકાણ કરવા માટેની NRISને વિશિષ્ટ અનુમતિ આપવામાં આવી છે.

NRISને ભારતમાંની તેમની આવક પરદેશમાં મોકલવાની અર્થાત્ રિપેટ્રિએટ કરવાની છૂટ છે?

રિઝર્વ બૅન્ક ઑફ્ ઇન્ડિયા (RBI) દ્વારા 1994-95માં કરાયેલી મહત્ત્વની જાહેરાત અનુસાર, NRISને ભારતમાંની તેમની ચાલુ આવક (Current Earnings) જેમ કે ભાડું, ડિવિડન્ડ, પેન્શન, વ્યાજ વગેરે, વિદેશી હૂંડિયામણ સ્વરૂપે પરદેશમાં મોકલવાની અર્થાત્ Repatriate કરવાની પૂરી છૂટ આપવામાં આવી. આ હેતુસર NRIS દ્વારા તેની ચાલુ આવક ઉપર ભરવાપાત્ર આવકવેરો ચૂકવવાની જવાબદારી અદા કરવામાં આવી છે તેવા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટના સર્ટિફિકેટના આધારે ઉપરોક્ત સુવિધાનો લાભ મળી શકશે. આ માટેની કાર્યવાહી જે બૅન્ક પાસે NRIનું NRE Account હોય તેના દ્વારા જ કરી શકાશે અને આ હેતુસર RBIની કોઈ પૂર્વ પરવાનગી પણ લેવાની રહેશે નહીં.

વિશિષ્ટ સંજોગોમાં NRISને ભારતમાંની તેમની મૂડી વિદેશમાં મોકલવા સંબંધી કોઈ છૂટ આપવામાં આવી છે?

કેપિટલ અકાઉન્ટ લિબરલાઈઝેશન'ના ભાગરૂપે વર્ષોવર્ષ જાહેર કરાતા મહત્ત્વનાં પગલાંઓની શ્રેણીમાં, RBI દ્વારા 2002થી NRISને તેમની ભારતમાંની મૂડી વિદેશ મોકલવા સંબંધી કેટલીક વિશેષ છૂટ આપવામાં આવી છે.

RBIના માસ્ટર સરક્યુલરમાં જણાવ્યા અનુસાર NRIS દ્વારા તેના NRO અકાઉન્ટમાં જમા બેલેન્સમાંથી પ્રતિવર્ષ 10 લાખ ડૉલરનું રેમિટન્સ (for bonafide purpose) કરવાની છૂટ પણ આપવામાં આવી છે. આ હેતુસર NRI દ્વારા ફોર્મ 15CA અપલોડ કરીને તેના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પાસેથી ફોર્મ 15CBનું સર્ટિફિકેટ મેળવી બૅન્ક સમક્ષ રજૂ કરી repatriation કરવાની કાર્યવાહી હાથ ધરી શકે. આને લક્ષમાં રાખતાં કોઈપણ NRI તેને મળેલ કોઈપણ આવક કે મૂડીરૂપી રકમ, જેમ કે બક્ષિસ, વસિયત કે વારસા હેઠળની મિલકત, સ્થાવર કે જંગમ મિલકતના વેચાણ હેઠળ મળેલ અવેજ વગેરેને પોતાના NRO એકાઉન્ટમાં જમા કરીને, પ્રત્યેક નાણાકીય વર્ષ દરમિયાન 10 લાખ ડૉલરના મૂલ્યમાં થતી સમકક્ષ રૂપિયામાં જમા રકમનું છૂટથી repatriation કરી શકશે.

NRI ના NRO બૅન્ક અકાઉન્ટથી NRE બૅન્ક અકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરી શકાય ?

RBI દ્વારા તારીખ 7મી મે, 2000ના AP(DIR Series) Circular No. 117 હેઠળ એવી સ્પષ્ટતા કરવામાં આવી કે, જે રીતે NRO અકાઉન્ટમાં જમા બેલન્સમાંથી પ્રતિવર્ષ 10 લાખ ડૉલરનું રેમિટન્સ કરી શકાય છે, તે જ યોજના હેઠળ NRI દ્વારા તેના NRO અકાઉન્ટમાંથી NRE અકાઉન્ટમાં નાણાકીય વર્ષ દરમિયાન 10 લાખ ડૉલરની સમકક્ષ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી શકાશે.

NRE અકાઉન્ટ ઉપર મળતું વ્યાજ, આવકવેરાના કાયદાની કલમ 10(4) હેઠળ સંપૂર્ણપણે કરમુક્ત હોઈ, NRO થી NRE અકાઉન્ટમાં ટ્રાન્સફરના આયોજન દ્વારા આવકવેરામાં ઉપયોગી લાભ મેળવી શકાય.

NRIના કેસમાં, તેના NRE, FCNR તેમજ NRO બૅન્ક અકાઉન્ટ તેમજ ફ્ક્સ્ડિ ડિપોઝિટ ઉપર મળતા વ્યાજ અંગે કરપાત્રતાની શું જોગવાઈઓ છે?

NRE તેમજ FCNR અકાઉન્ટ કે ડિપોઝિટના વ્યાજને આવકવેરાના કાયદાની કલમ 10 હેઠળ સંપૂર્ણ કરમુકિતનો વિશિષ્ટ લાભ ઉપલબ્ધ છે. આ કારણોસર આવા વ્યાજની રકમ ગમે તેટલી હોય, તો પણ તેના ઉપર આવકવેરો ભરવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં.

નૉન-રેસિડન્ટ ઑર્ડિનરી (NRO) અકાઉન્ટ કે ડિપોઝિટ ઉપર મળતું વ્યાજ આવકવેરાને પાત્ર ગણાય છે. કલમ 195ની જોગવાઈ હેઠળ આવા વ્યાજ ઉપર TDSની કપાતનો સામાન્ય દર 30% નિયત કરવામાં આવ્યો છે. આ સંદર્ભમાં NRIની વ્યાજની કુલ આવક કરપાત્ર ન થતી હોય, તો પણ રહીશ કરદાતાની જેમ તેને ફોર્મ નંબર 15-જી ફાઇલ કરવાનો લાભ આપવામાં આવ્યો નથી.

પરંતુ, આ સંદર્ભમાં એ ખ્યાલમાં રાખવું જરૂરી છે કે UK, USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, વગેરે દેશોમાં સ્થાયી NRIના કેસમાં ભારત તેમજ સંબંધિત દેશો વચ્ચેના Double Tax Avoidance Agreements (DTAA) હેઠળ TDS માટે 15%ની નિયત કપાતનું ધોરણ નક્કી કરવામાં આવ્યું છે. આ બાબત NRI દ્વારા સંબંધિત બૅન્કના ધ્યાનમાં લાવવી જરૂરી છે. અલબત્ત, આકારણી વર્ષ 2013-14થી કલમ 90(4)ની જોગવાઈ અનુસાર, DTAA હેઠળનો ઉપરોક્ત લાભ તો જ મળી શકશે, જો સંબંધિત બિનરહીશ દ્વારા, તે જે દેશનો રહીશ હોય તે દેશની સરકાર પાસેથી ઇશ્યૂ કરવામાં આવેલ 'ટેક્સ રેસિડેન્સી સર્ટિફ્કિેટ' (TRC) ને રજૂ કરવામાં આવે.

NRO ખાતાનું મળેલું વ્યાજ અન્ય કરપાત્ર આવક સાથે આવકવેરા રિટર્નમાં દર્શાવી તેના ઉપર ભરવાપાત્ર ટેક્સની ગણતરી કરતાં જો TDSની રકમ વધુ થતી હોય તો, NRI એ તેનું રિટર્ન ભરીને રિફંડ મેળવવું જોઈએ.

  • Follow us on: