• મુકેશ અંબાણી સતત 3 વર્ષથી કોઈ પગાર લેતા નથી
  • પિતાની જેમ આકાશ, ઈશા અને અનંત અંબાણી કોઈ પગાર નહીં લે
  • બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને કમિટીઓની બેઠકોમાં હાજરી આપવા માટે જ ફી લેશે

ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી કોઈ પગાર લેતા નથી અને તેઓ સતત 3 વર્ષથી કોઈ પગાર લેતા નથી. હવે તેમના 3 બાળકોએ પણ આ જ રસ્તો અપનાવ્યો છે. અંબાણી પરિવારના 3 વારસદારો એટલે કે આકાશ અંબાણી, ઈશા અંબાણી અને અનંત અંબાણી કોઈ પગાર નહીં લે. તેઓને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને કમિટીઓની બેઠકોમાં હાજરી આપવા માટે જ ફી ચૂકવવામાં આવશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ત્રણેયની નિમણૂક પર શેરધારકોની મંજૂરી મેળવવા માટે રજૂ કરેલા પ્રસ્તાવમાં આ માહિતી આપી છે. નોંધનીય છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી નાણાકીય વર્ષ 2020-21થી કોઈ પગાર લઈ રહ્યા નથી.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે શેરધારકો પાસેથી મંજૂરી માંગી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે હવે પોતાના શેરધારકોને પોસ્ટ દ્વારા પત્ર મોકલ્યો છે જેમાં આ 3ની નિમણૂક પર તેમની મંજૂરી માંગવામાં આવી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે નવા ડિરેક્ટરોને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અથવા કમિટીની બેઠકોમાં હાજરી આપવા માટે ફી તરીકે ચૂકવવામાં આવશે. તે ડિરેક્ટર તરીકે કંપનીમાંથી કોઈ પગાર લેશે નહીં.

મુકેશ અંબાણીના 3 બાળકો 28 ઓગસ્ટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાયા

હાલમાં જ 28 ઓગસ્ટના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ RILની વાર્ષિક AGMમાં તેમના 3 બાળકો આકાશ, ઈશા અને અનંત અંબાણીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ કર્યા હતા. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં તેમના બે પુત્રો - આકાશ અને અનંત અને પુત્રી ઈશાના સમાવેશની જાહેરાત ઓગસ્ટમાં યોજાયેલી વાર્ષિક સામાન્ય સભા એટલે કે રિલાયન્સ એજીએમમાં ​​કરવામાં આવી છે.

મુકેશ અંબાણીના સંતાનો કયો બિઝનેસ સંભાળે છે?

આકાશ અંબાણી રિલાયન્સના ટેલિકોમ બિઝનેસ જિયોનું નેતૃત્વ કરી રહ્યા છે. ઈશા અંબાણી રિલાયન્સના રિટેલ બિઝનેસ રિલાયન્સ રિટેલ વેન્ચર્સનો હવાલો સંભાળી રહી છે. જ્યારે તેમના ભાઈ અનંત અંબાણી પાસે રિલાયન્સનો એનર્જી અને રિન્યુએબલ એનર્જીનો બિઝનેસ છે. મુકેશ અંબાણીએ તેમની ઉત્તરાધિકારી યોજના મુજબ તેમના તમામ બાળકોમાં બિઝનેસના વિવિધ વિભાગો વિભાજિત કર્યા છે. જોકે તેઓ આગામી 5 વર્ષ સુધી કંપનીના ચેરમેન રહેશે અને તેમના બાળકોને માર્ગદર્શન આપશે.



  • Follow us on: